સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

  • સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે
  • પ્રાચીન ગરબાઅર્વાચીન ગરબા તથા રાસ સ્પર્ધા એમ ત્રણ સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષે પણ જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તથા રાસ એમ કુલ ત્રણ સ્પર્ધાનું આયોજન થનાર છે.

પ્રાચીન તથા અર્વાચીન ગરબાની સ્પર્ધામાં 14 થી 35 વર્ષના સ્પર્ધકો તથા રાસ સ્પર્ધા માટે 14 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધકો ભાગ લઈ શકશે. ગરબા (પ્રાચીન તથા અર્વાચીન) તથા રાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોની સંખ્યા 12 થી 16 સ્પર્ધકો તથા 4 સહાયકનો સમાવેશ થાય છે. ગરબા (પ્રાચીન /અર્વાચીન) તથા રાસ સ્પર્ધાનો સમય 6 થી 10 મિનિટ રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક કલાકારો/સ્પર્ધકોએ ચાલુ કામકાજના દિવસો દરમ્યાન કચેરી સમયમાં સંપૂર્ણ વિગતો ભરેલું નિયત નમુનાનું ફોર્મ સાથે તમામ સ્પર્ધકોના આધાર કાર્ડ જોડી તારીખ 15/09/2022 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીને પહોંચતું કરવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગર: નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link