વઢવાણ સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા
- સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે
- સંક્રમણ રોકવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
- સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા.
સુરેન્દ્રનગર જવાહર ચોકમાં SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો દંડાયા. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આ સંક્રમણ રોકવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરીના ભાગરૂપે સંક્રમણ રોકવા શહેરીજનોને SOPની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં સતત લોકોની ચહલપહલથી ધમધમતો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણના ફેલાય તેને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી
જેમાં માસ્ક પહેરવા બાબતે નિષ્કાળજી દાખવનાર અને SOPની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલાત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.