પ્રયોગ સફળ: પાટણ યુનિવર્સિટીમાં 2021માં શરૂ થયેલો સંસ્કૃત વ્યાકરણ સરળ રીતે શીખવવાનો પ્રયોગ સફળ રહ્યો
- સંસ્કૃત વિભાગના વડા ર્ડા.રાઠવાએ કોરોનામાં ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા હતા
- ચાલુ વર્ષે ત્રણ વિદ્યાર્થી NET/GSET પાસ થયા
પાટણ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ર્ડા.રાઠવાનો કઠિન પાણિનીય વ્યાકરણ સરળ રીતે શીખવવાનો પ્રયોગ સફળ થયો છે. સંસ્કૃત અને ભારતીય વિધા વિભાગના અધ્યક્ષ ર્ડા.ડી.બી.રાઠવાએ કોરોના સમયનો સદુપયોગ કરી પાણિનીય સહજબોધનું ઓનલાઈન (ક્લાસ) વર્ગોનું આયોજન તારીખ 15 ઓગસ્ટ 2021થી શરૂ કર્યું હતું. જેના આજ સુધીમાં 241 ઓનલાઇન વર્ગ થઈ ચૂક્યા છે. જેમાં દેશભરના સંસ્કૃત વ્યાકરણ અનુરાગી જોડાય છે અને પાણિનીય વ્યાકરણ શાસ્ત્રીય પદ્ધતિથી અધ્યયન કરે છે.
Vadodara: સુરત જેવી દુર્ઘટના અટકી, વડોદરાની ફિનિક્સ સ્કૂલમાં આગ, 500 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ
રાત્રે 9થી 10 ક્લાસ રહેતા
ર્ડા.ડી.બી.રાઠવા વિદ્યારાગીની અનુકૂળતાને ધ્યાનમાં રાખી રાત્રે 9થી 10 દરમિયાન ઓનલાઈન વર્ગનું આયોજન કરે છે. દેશભરના વ્યાકરણના પ્રસિદ્ધ વિદ્વાનો પ્રોફેસર ડો.વસંત ભટ્ટ, કમલેશ ચોકસી ર્ડા.વસન્ત જુવેકર જેવાઓએ પણ આ વર્ગખંડમાં ઓનલાઇન હાજરી આપી સુંદર પાણિનીય પરંપરાથી ભણાવાતા અધ્યયનની સરાહના કરી છે.
હાલના સંજોગોમાં સંસ્કૃત વ્યાકરણ એ લધુ કે બૃહદ્ સિદ્ધાંતકૌમુદીના આધારે ભણાવવામાં આવે છે. જે પાણિનીય અષ્ટાધ્યાયીના આધારે રચાયેલા ગ્રંથો છે. પરંતુ ર્ડા.ડી.બી.રાઠવાએ અતિપ્રાચીન સમયમાં જે પદ્ધતિથી અષ્ટાધ્યાયીના સૂત્રોનું પઠન પાઠન થતું હતું તે જ પદ્ધતિથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અધ્યાપન કરાવતાં આ બાબત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
‘શમશેરા’માં સંજય દત્તનો ખલનાયક લૂક, ટ્રેલર રિલીઝ પહેલા સામે આવ્યું પોસ્ટર
ર્ડા.ડી.બી.રાઠવાએ સ્વખર્ચે ઊભી કરેલી આ ઓનલાઇન પાઠશાળાને કારણે ચાલુ વર્ષે ત્રણ સંસ્કૃત અને ભારતીયવિદ્યા ભવન પાટણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ GSET ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ર્ડા.ડી.બી.રાઠવા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે અને ડીજીટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સરળ રીતે ખૂબ જ અઘરો ગણાતો આ વિષય શીખવી રહ્યા છે.
જે હજુ ત્રણેક વર્ષ સુધી ચાલશે પાણિનીય અષ્ટાધ્યાયીના લગભગ 4000 જેટલા સૂત્રો આજ પધ્ધતિથી ભણાવવાનો તેમનો સંકલ્પ છે. ર્ડા.ડી.બી.રાઠવાને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વ્યાકરણ બધીજ વિધાનું મૂળ છે આથી સંસ્કૃતનો સાચો પ્રચાર-પ્રસાર થાય તે માટે દુનિયાભરમાં ચાલતા ર્ડા.પુષ્પા દિક્ષીતના ઓનલાઈન સંસ્કૃત વર્ગમાંથી પ્રેરણા લીધી છે.
ગુજરાતના મૂર્ધન્ય વૈયાકરણ પ્રોફેસર ડોક્ટર વસંત ભટ્ટ તથા પ્રોફેસર ડો. કમલેશ ચોકસીએ પણ મારા વર્ગમાં હાજર રહીને મને પ્રોત્સાહિત કર્યો છે. ભવિષ્યમાં સંસ્કૃત થકી રોજગારીની વિપુલ તકો ઉભી થાય અને સંસ્કૃત વિભાગમાં અધ્યયન કરનાર વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે દિશામાં કામ કરવાની ઈચ્છા રાખું છું. વિભાગના સાથી અધ્યાપકો પણ મારી સાથે આ કાર્યમાં જોડાઇને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ કરતા રહે છે.