ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા – સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇસન્સ વગર નોનવેજની દુકાન ચલાવી રહેલા 33 વેપારીઓ દંડાયા

Photo of author

By rohitbhai parmar

Food and Drug Department – સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇસન્સ વગર નોનવેજની દુકાન ચલાવી રહેલા 33 વેપારીઓ દંડાયા

Google News Follow Us Link

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા - સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇસન્સ વગર નોનવેજની દુકાન ચલાવી રહેલા 33 વેપારીઓ દંડાયા

  • સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇસન્સ વગર નોનવેજની દુકાન ચલાવી રહેલા 33 વેપારીઓ દંડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇસન્સ વગર અનેક વ્યવસાયનો રાફડો ફાટ્યો છે. તેમાંય ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ માટે હવે લોકોમાં રિતસરની હોડ જામી છે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં મુરઘી-મટનનો જે લોકો લાઇસન્સ વગર વ્યવસાય કરી રહ્યા છે તેની સામે કાર્યવાહીના આદેશો થયા છે. ત્યારે તેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડતા સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા સહિતના તાલુકા મથકો અને વિસ્તારોમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું.

મુરઘી-મટનનો વ્યવસાય કરનારમાં દોડધામ મચી

જેમાં જાન્યુઆરી-2022 એટલે કે છેલ્લા એક માસમાં મુરઘી અને મટનનો લાઇસન્સ વગર વેપાર કરતાં 33 દુકાનદારો મળી આવ્યા હતા. આ તમામ દુકાનદારો સામે નિયમ મુજબ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લાઇસન્સ વગર મુરઘી-મટનનો વ્યવસાય કરનાર લોકોમાં દોડધામ મચી હતી. આગામી દિવસોમાં લાઇસન્સ વગર આ રીતે વ્યવસાય કરતા લોકો સામે કાર્યવાહીની તાકીદ કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ દુકાનધારકને આ નિયમ ભંગના કેસમાં રૂ.1,00,000નો દંડ પણ થઇ શકે છે.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કામગીરી કરી

સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું કે, નિયમ મુજબ લાઇસન્સની મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેમ છતાં વ્યવસાય કરતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. આ અંગેનું લાઇસન્સ ફૂડ અને ડ્રગ વિભાગ વ્યવસાધારકોને આપે છે. અને પાલિકા તેને શોપમાં રજીસ્ટર કરે છે. પાલિકા ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્ગ વિભાગે કામગીરી કરી હતી. લાઇસન્સની મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા તેમજ સુરેન્દ્રનગર શહેરમાં 14 દુકાનદારોએ 2017 પછી લાઇસન્સ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. હાલ કોઇ લાઇસન્સ બાબતની કોઇ અરજી આવી નથી અને પેન્ડિંગ પણ નથી. તા. 7 ફેબ્રુઆરી-2023ને મંગળવારે અમુક લોકો આ બાબતે આવ્યા હતા અને તેઓને પણ લાઇસન્સ માટેની સમજણ આપી પછી જ વ્યવસાય કરવાનું પણ જણાવાયું હતું.

“હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે “આયુષ મેળો” યોજાશે

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link