સુરેન્દ્રનગરનો સ્થાપના દિવસ : ગ્રામ પંચાયત બન્યા વગર સુરેન્દ્રનગરે સીધો નગરપાલિકાનો દરજ્જો મેળવ્યો છે
- સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સુરેન્દ્રનગર શહેર કે જ્યાંનો કોઇ મૂળ વતની નથી, બહારથી આવેલા લોકોનું અનોખું નગર
- 76મો જન્મદિન : કર્નલ હોવેઇના સૂચનથી કેમ્પ માટે આ જગ્યાની પસંદગી થઇ અને ધંધા રોજગાર માટે લોકો આવતા ગયા
જ્યારે પણ કોઇ શહેરની વાત આવે તો તે શહેરના મૂળ વતનીની સંખ્યા શહેરમાં વિશેષ જોવા મળે છે. શહેરના મૂળ નિવાસીઓને તેનું ગૌરવ પણ હોય છે. પરંતુ સુરેન્દ્રનગર એક એવું અનોખુ શહેર છે કે આ શહેરના મૂળ વતની કોઇ નથી. શહેરમાં રહેનાર બધા જ લોકો બહારના છે. અનેક ખૂબીઓ ધરાવતા આપણું સુરેન્દ્રનગર જેની સ્થાપના 1 ઓગસ્ટના રોજ થઇ હતી તે આજે 76 વર્ષનું થઇ ગયું છે.
સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબો ગૌરવપ્રદ રહ્યો છે. જેણે બ્રિટિશરોનોથી લઇ આઝાદીની ચળવળ સાથે સુધી આ શહેરે જોયું છે. આઝાદીની ચળવળમાં આ શહેરનું નોંધપાત્ર યોગદાન છે. બ્રિટિશ રાજના કર્નલ હોવેઈની સૂચના 1864માં વઢવાણ સ્ટેટના છેવાડાની જગ્યાની પસંદગી સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ હતી. બાદમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડા પટ્ટે આ જમીન લીધાબાદ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજેન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પ સ્થપાણું જેને લોકભાષા આપણે કાંપ તરીકે ઓળખાયું.
વઢવાણ કેમ્પ કાર્યમથક સ્થપાતા આજુબાજુના ગામડાના લોકો ધંધા રોજગાર માટે આવી સ્થાયી થવા લાગ્યા. આમ એક શહેર પોતાનો આકાર લીધો હતો. મે 1872માં સ્ટીમ એન્જીન આવતા વિરમગામ, ધ્રાંગધ્રા, રાજકોટ, ભાવનગર 4 રેલવે લાઈનના જક્શનના લીધે આ કેમ્પ વિકસતતા વધુ લોકો આવ્યા. 1946માં શહેરને વઢવાણ મહારાજ સુરેન્દ્રસિંહજીને સોંપાતા સુરેન્દ્રનગર નામ મળ્યું. જે 1948માં દેશી રજવાડાઓના વિલિનીકરણ જિલ્લા મથક બન્યું હતું.
સુરેન્દ્રનગરથી સંયુક્ત નગરપાલિકા સુધીની સફર 1949માં સુરેન્દ્રનગરમાં પ્રથમ વાર સુરેન્દ્રનગર રતનપર અને જોરાવરનગરને જોડી નગરપાલિકા બનાવવામાં આવી હતી. ત્યારબાદ થોડા વર્ષો પછી સુરેન્દ્રનગર શહેરની સીમા પાસેના ગામ દૂધરેજને જોડી સુરેન્દ્રનગર શહેર દૂધરેજ નગરપાલિકા બનાવવામાં આવી. તા.22-6-2020ના રોજ સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકા જોડી સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા બનાવવામાં આવી.
આયોજન : બે વર્ષ પછી તરણેતરનો ભાતીગળ મેળો યોજાશે, લમ્પી વાઇરસને કારણે પહેલી વાર પશુમેળો મોકૂફ રખાયો
સુરેન્દ્રનગરની ભૌગોલિક સ્થિતિ
સુરેન્દ્રનગર શહેર વઢવાણ તાલુકાના વઢવાણ ગામથી 7 કિમીના અંતરે પશ્ચિમ દિશામાં આવેલું છે. જે 56.81 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલ છે. તે 74.38 ઉત્તર અક્ષાંશ અને 22.44 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. 2011ની સ્થિતિએ વસ્તી ગણતરી અનુસાર આ શહેરમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ 80.82% જે જિલ્લામાં વધારે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 2,53,606 હતી જે હાલની વસ્તી અંદાજીત 5 લાખથી વધુ છે.
સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર મનાય છે
સુરેન્દ્રનગરના 3 મુખ્ય પ્રવેશમાર્ગ છે. પૂર્વ દિશામાં આવેલો પ્રવેશમાર્ગ વઢવાણ શહેરને જોડે છે. અમદાવાદ એસ.એચ ધોરીમાર્ગથી 7 કિમીના અંતરે આવેલું છે. સુરેન્દ્રનગરથી 63 કિમીના અંતરે આવેલ ચોટીલા રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.-8 પર છે. સૌરાષ્ટ્રનું મોટું યાત્રાધામ ચોટીલા છે. સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખાય છે.
આધુનિક સમય જોતું સુરેન્દ્રનગર
ગ્રામ પંચાયત બન્યા વગર નગરપાલિકા બનેલ શહેર એટલે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની ઓળખ સમાન અજરાઅમર ટાવર, સરદારસિંહ રાણા પુલ બ્રિટિશરોના સમયથી સુરેન્દ્રનગરને મળેલ છે. એનટીએમ, એન.ડી.આર સ્કૂલ,જિલ્લા લાઈબ્રેરી પણ અંગ્રેજોના સમયની છે. નર્મદા કેનાલના પાણીથી ભરેલ ધોળીધજા ડેમ શહેરનો વિકાસ અને આધુનિકતા દર્શાવે છે.