સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

Photo of author

By rohitbhai parmar

Garib Kalyan Mela – સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

  • ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી
  • તા.14 અને 15 ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન

રાજ્યભરમાં તા.14 અને 15 ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.14 ઓક્ટોબરના રોજ સવારે 9:00 કલાકે મંગલભુવન વઢવાણ ખાતે યોજાનાર છે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.

જેમાં સંબંધિત અધિકારીઓને વિવિધ સૂચનો કરાયા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કાર્યક્રમમાં લાભાર્થીઓનો મોટો સમુહ ભેગો થનાર છે તે ધ્યાને લઇને વિવિધ વિભાગોને કામગીરી સોંપવામાં આવી હતી.

હાલાકી: સુરેન્દ્રનગરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીની રેલમછેલ

મેળામાં મંડપ, સ્ટોલ, બુકે, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, પ્રાર્થના, સ્વાગત, દિપ પ્રાગટ્ય, લાભાર્થીઓ માટે બસ, કાયદો અને વ્યવસ્થા, પ્રચાર પ્રસાર સહિતની વ્યવસ્થાઓ વિશે કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મગાવી તેની ગુણવત્તા અંગે ચકાસણી કરી લેવા અને ડેટા એન્ટ્રીનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટેની સૂચનાઓ પણ કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શના ભગલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી સરવૈયા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link