Site icon સોહમ 24 ન્યુઝ

ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને અનોખી ભેટ આપી

ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન  દોશીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને અનોખી ભેટ આપી

ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને અનોખી ભેટ આપી

સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષના જન્મદિન નિમિત્તે મહિલાઓને અનોખી ભેટ આપવામાં આવી. સુરેન્દ્રનગરમાં જિલ્લા મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ લીધેલ પ્રથમ પ્રીમિયમ ભરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષના જન્મદિન નિમિત્તે અન્ય મહિલાઓને મદદરૂપ થવાની ભાવના સાથે વર્ષાબેન દોશીએ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રૂ.30 હજારનો ચેક બેંક મેનેજરને અર્પણ કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં ‘વિશ્વ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો

વર્ષાબેન દોશીએ કહ્યું, આજે મારો જન્મ દિવસ હતો ત્યારે પ્રધાનમંત્રી મહિલા સુરક્ષાનો વીમા જે છે. એ 2015માં આમ તો યોજના લોન્ચ થઈ છે. પરંતુ એ યોજનામાં હજી પણ વધારે મહિલાઓ લાભ લે એટલા માટે મેં આજે મારા જન્મ દિવસે 2500 મહિલાનો 12 રૂ.નું પ્રીમિયમ આજે મેં ભર્યું છે. મારા મનમાં એવી ભાવના છે કે દરેક મહિલા કાઈને કાઈ મુસીબતમાં આવે ત્યારે ભારત સરકારની જે મદદ મળે છે. અકસ્માતે કાઇ નિધન થાય આફત આવી પડે રૂ.2,00,000 ભારત સરકાર આપે છે. એ મહિલાઓને મળતો થાય એ વીમો આજે મેં શરૂ કર્યો છે અને 2500 જેટલી મહિલાઓને મેં વીમો આજે એનું પ્રીમિયમ ભર્યું છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વાદીપરા ખાતે વિધવા મહિલાઓ માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

Exit mobile version