Site icon સોહમ 24 ન્યુઝ

લખતરની ઐતિહાસિક સર જે. હાઈસ્કૂલ આજે 100મા વર્ષમાં પ્રવેશશે, પૂર્વ વિદ્યાર્થીઓએ આખા નગરમાં 1700 વૃક્ષ વાવ્યા

લખતરની ઐતિહાસિક સર જે. હાઈસ્કૂલ આજે 100મા વર્ષમાં પ્રવેશશે, પૂર્વ વિદ્યાર્થીઓએ આખા નગરમાં 1700 વૃક્ષ વાવ્યા

Google News Follow Us Link

નગરના આથમણા દરવાજા નજીક લખતરની પુરાણી સરકારી હાઈસ્કૂલ આવેલી છે. આ હાઈસ્કૂલને લખતરના તે સમયના રાજવીએ પોતાના મિત્ર લીંબડી રાજવીની સ્મૃતિમાં 99 વર્ષ પહેલાં બંધાવી હતી. આ હાઈસ્કૂલે આજે 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જૂના લખતર રાજ્યના રાજવી કરણસિંહજી બાપુરાજના નામે જાણીતા હતા.

તેમણે લખતર ફરતે કિલ્લો બંધાવવા સાથે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ બનાવવા સહિતના અનેક પ્રજાલક્ષી કામો કર્યાં હતાં. લખતરના રાજવી કરણસિંહજી તથા લીંબડીના રાજવી સર જશવંતસિંહજી ખાસ મિત્ર હતા. આથી કરણસિંહજીએ સર જશવંતસિંહજીની સ્મૃતિમાં હાઈસ્કૂલ બંધાવી હતી. તેની સ્થાપના 23 જુલાઈ, 1923એ કરાઈ હતી. આજે 23 જુલાઈ, 2022એ આ હાઈસ્કૂલને 99 વર્ષ પૂર્ણ થતાં 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

લોકોમાં રાહત: દાતા દ્વારા સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ચાર રસ્તે ST પીકઅપ સ્ટેન્ડ બનાવાયું

આ હાઈસ્કૂલ આજે પણ લખતર શહેર તેમજ તાલુકાના સેંકડો વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે.હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ ગામને હરિયાળું બનાવવા માટે હાઈસ્કૂલના શતાબ્દી મહોત્સવ અંતર્ગત સમગ્ર લખતરમાં 1700 વૃક્ષ રાજકોટ સદ્દભાવના વૃદ્ધાશ્રમના સહકારથી વાવ્યા છે.

આ મહાનુભાવોએ સર જશવંતસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો

સ્વાતંત્ર્યસેનાની જુગતરામ દવે, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ હસમુખભાઈ શાહ, રેડિયો, નાટ્ય તથા પ્રસારણ ક્ષેત્રે એવૉર્ડ મેળવી ચૂકેલા હસમુખભાઈ રાવલ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકા વિનોદિનીબહેન શાહ, બાળ પુસ્તક પ્રવૃતિ, ભારતીય સ્તરે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનારા ડૉ. પ્રફુલ્લભાઈ શાહ તથા હિન્દી વાદવિવાદ પ્રતિયોગિતામાં ભારત દેશમાં પ્રથમ સ્થાને આવેલા ડૉ. એમ. વી. કલોતરા.

સુરેન્દ્રનગર : ફુવારા સર્કલથી અલંકાર રોડ પરના અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version