Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર : ફુવારા સર્કલથી અલંકાર રોડ પરના અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવો

સુરેન્દ્રનગર : ફુવારા સર્કલથી અલંકાર રોડ પરના અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થનાર ફુવારા સર્કલથી અલંકાર રોડ રેલવે અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટર, સાંસદ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હતી.જેની કોઇ કાર્યવાહી ન થતા આથી રેલ્વે પેસેન્જર સોશિયલ વેલ્ફેર એસોસિયેશનના આગેવાનો આથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાના છે.

3 ફુટની ફૂટપાથ મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટરને રજૂઆત :

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય માટે પાલિકા દ્વારા ફુવારા સર્કલથી અલંકાર રોડ તરફ એક અન્ડર પાસ બનાવાઇ રહ્યો છે. આ અન્ડર પાસમાં બન્ને તરફ 3 ફુટની ફૂટપાથ મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આ અંગે સાંસદ, રાજયમંત્રી, પાલિકા પ્રમુખ, એન્જિનિયર, રેલ્વે પ્રશાસનને રજૂઆત કરી હતી.

પરંતુ પાલિકાએ ફૂટપાથ 2 ફૂટ 5 ઇંચની નિર્માણ કામગીરી હાથ ધરી છે જ્યારે પાલિકા એન્જિનિયરે રેલ્વે પ્રશાસનને નાળામાં વચ્ચે ડિવાઇડર નિર્માણની મનાઇ કરી છે. આ નાળામાં 3 ફૂટની ફૂટપાથ અને મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર નહીં મુકતા ભવિષ્યમાં જાનહાનિ થાય તો તે પાલિકા પ્રમુખ અને એન્જિનિયરની રહેશે.

અમારી વારંવારની રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતા પ્રવિણસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા તા.22-7-2022થી કલેક્ટર કચેરી સામે પ્રતિક ભૂખ હડતાળ કરીશું. ત્યારબાદ સીએમ અને દેશના ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને હજુ ન્યાય નહીં મળે તો ઉચ્ચ અદાલતમાં પીઆઇએલ કરવા ચીમકી આપી હતી.

સ્કૂલના કેમ્પસમાં દીપડાના આંટાફેરા : દીપડો મેદાનમાં ને વિદ્યાર્થિનીઓ પાંજરામાં, દીપડો રોજ 10 ફૂટ ઊંચી દીવાલ, 5 ફૂટની કાંટાળી વાડ કૂદીને આવે છે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version