Homemade cc cream: જાણો ઘરે કેવી રીતે બનાવી શકાય માર્કેટમાં મળતી CC Cream, ફાઉન્ડેશન વગર પણ મેકઅપ લાગશે ફ્લૉલેસ
CC Cream એક કોસ્મેટિક પ્રોડક્ટ છે, જે તમારી સ્કિનનો ટોન ઠીક કરવામાં મદદ કરે છે. તે સનસ્ક્રીન, ફાઉન્ડેશન અને મોઇશ્ચરાઇઝરને બદલે ઓલ ઇન વન તરીકે કામ કરે છે. જો કે માર્કેટમાં આ ક્રીમ સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે માત્ર 7 મિનિટમાં બનાવી શકો છો.
CC Cream at Home: તમે સીસી ક્રીમ (CC Cream) વિશે સાંભળ્યું હશે. તમે જો નિયમિત રૂપે તમારી સ્કિનનું ધ્યાન રાખતા હોવ અને તમને મેકઅપની સમજ હોય તો તમે આ ક્રીમ યૂઝ પણ કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે આ સીસી ક્રીમ શું છે? સીસી ક્રીમ એ તમારી સ્કિન માટે એક મેજિકલ ક્રીમ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કલર કંટ્રોલ અથવા કલર કોમ્પ્લેક્શન તરીકે કરવામાં આવે છે. સ્કિનના રંગને સુધારે છે તેથી તેનું નામ CC રાખવામાં આવ્યું છે. સરળ ભાષામાં જો વાત કરીએ તો આ ક્રીમથી તમારા અન – ઇવન સ્કિન ટોન, કાળા ડાઘા, ડલનેસ, રેડનેસ અને થાકને છુપાવે છે. આ ક્રીમની સરખામણી પ્રાઇમર સાથે કરવામાં આવે છે. જો તમારી સ્કિનમાં કોઇપણ પ્રકારનું ડિસ્કલરેશન છે અથવા તો હાઇપર – પિગમેન્ટેશન છે તો તમે અલગ અલગ ઉપાય કરવાને બદલે સીસી ક્રીમ લગાવી શકો છો, તેમાં કન્સીલર પ્લસ ફાઉન્ડેશનનો કોમ્બો હોય છે.
સીસી ક્રીમનો મુખ્ય હેતુ તમારી સ્કિનનો ટોન ઇવન કરવાનો છે, તેના માટે જરૂરી છે કે તમે યોગ્ય શેડની સીસી ક્રીમ ખરીદો. કન્સીલર અને ફાઉન્ડેશનની સરખામણીમાં સીસી ક્રીમ ડેઇલી યૂઝ માટે સારી માનવામાં આવે છે. બજારમાં આ ક્રીમ સરળતાથી મળી જાય છે, પરંતુ જો તમે ઇચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો. આને બનાવવામાં માત્ર 7 મિનિટનો સમય લાગશે. તો ચાલો જાણીએ સીસી ક્રીમના ફાયદા (CC cream benefits) અને ઘર પર બનાવવાની રીત.
સીસી ક્રીમના ફાયદા
સીસી ક્રીમ તમારી સ્કિનને યુવી કિરણોથી બચાવે છે, યુવી કિરણોના કારણે ફોટોએજિંગ થઇ શકે છે.
આ ઓલ ઇન ક્રીમ તમને નો – મેકઅપ લુક આપે છે. રોજીંદા ઉપયોગ માટે આ એક ખૂબ જ સારી ક્રીમ છે. લાઇટ હોવાને કારણે તમારી સ્કિન પોર્સ બંધ થવાની ચિંતા પણ નથી કરવી પડતી.
ઘર પર કેવી રીતે સીસી ક્રીમ:
સામગ્રી-
- મોઇશ્ચરાઇઝર
- એલોવેરા જેલ
- ફાઉન્ડેશન
- સનસ્ક્રીન
- બ્લશ પાવડર
- કોમ્પેક્ટ પાવડર
સીસી ક્રીમ બનાવવાની રીત:
સીસી ક્રીમ બનાવવા માટે-
- કાચના નાના બાઉલમાં 1 ચમચી મોઈશ્ચરાઈઝર લો.
- તેમાં 1 ચમચી એલોવેરા જેલ ઉમેરો.
- પછી ફાઉન્ડેશન અને સનસ્ક્રીન સમાન માત્રામાં મિક્સ કરો.
- એ જ બાઉલમાં લાઇટ ગુલાબી બ્લશ પાવડર ઉમેરો.
- આ બધું મિક્સ કરો. જ્યાં સુધી ક્રીમનું ટેક્સચર એકદમ સ્મૂધ ન થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો.
- તમારી હોમમેઇડ સીસી ક્રીમ ઉપયોગ માટે તૈયાર છે.
સીસી ક્રીમ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.
સીસી ક્રીમનું આ વેરિએશન દેખાવમાં અને લગાવવામાં સારુ છે અને તમારી સ્કિનને તાપથી પણ બચાવે છે. જો કે આ ક્રીમનો ઉપયોગ કરતા પહેલા તમારે પેચ ટેસ્ટ કરવો જોઇએ જેથી આ ક્રીમ તમારી સ્કીને સૂટ થાય છે કે કેમ તે જાણી શકાય. હોમમેઇડ સીસી ક્રીમની ખાસ વાત એ છે કે તેને બનાવવામાં સમય નથી લાગતો અને તમારી પાસે જે સામગ્રી છે તેમાંથી તમે સરળતાથી તેને બનાવી શકો છો. આ ક્રીમને તમે થોડા મહિનાઓ માટે સ્ટોર પણ કરી શકો છો.
ઉનાળામાં સીસી ક્રીમના ફાયદા
સીસી ક્રીમ ઉનાળા માટે બેસ્ટ છે. તે લાઇટ વેઇટ હોવાથી સ્કિનને ઇરિટેટ નથી કરતી અને ગરમી અને તાપને કારણે તે ઓગળતી પણ નથી. તમારી સ્કિનના ટોનને ઇવન ટોન બેલેન્સ કરવા માટે તમે ફાઉન્ડેશનને બદલે આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
નિષ્ણાતોના અનુસાર, જો તમે આ ક્રીમ દરરોજ યૂઝ કરવાનું વિચારતા હોવ તો તમારે વોટરપ્રૂફ સીસી ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ. આ તમારા રેગ્યુલર મેકઅપ રૂટીન માટે સારો વિકલ્પ છે.
ટિપ્સ: હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તે લોકોએ આ આદતો ભૂલી જવી જોઈએ, સ્વાસ્થ્ય બની જશે તંદુરસ્ત