વઢવાણમાં 50થી વધુ રામભક્તોનું સન્માન : રૂ.26 લાખ નિધિ અર્પણ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણમાં 50થી વધુ રામભક્તોનું સન્માન : રૂ.26 લાખ નિધિ અર્પણ

  • અયોધ્યા રામમંદિરમાં નિધિ અર્પણ કરનાર 50થી વધુ રામભક્તોનું રવિવારના રોજ વઢવાણ ખાતે કરવામાં આવ્યુ હતુ.
  • રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો.
  • વઢવાણ તાલુકામાં સતત એક મહિના સુધી આશરે 200થી વધુ રામભક્તો ઘેર ઘેર પહોંચ્યા હતા.
વઢવાણમાં 50થી વધુ રામભક્તોનું સન્માન : રૂ.26 લાખ નિધિ અર્પણ
વઢવાણમાં 50થી વધુ રામભક્તોનું સન્માન : રૂ.26 લાખ નિધિ અર્પણ

અયોધ્યા રામમંદિરમાં નિધિ અર્પણ કરનાર 50થી વધુ રામભક્તોનું રવિવારના રોજ વઢવાણ ખાતે કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે વઢવાણ તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો એકત્રીકરણ પણ થયુ હતુ. જ્યારે 44 ગામો અને સાત વસ્તીના રૂ. 26 લાખ એકત્રીકરણ થતા જય શ્રીરામના નારા લગાવાયા હતા

વઢવાણ તાલુકામાં સતત એક મહિના સુધી આશરે 200થી વધુ રામભક્તો ઘેર ઘેર પહોંચ્યા હતા.જેમાં 44 ગામો અને વઢવાણ શહેરના 50 હજાર ઘરોમાંથી રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રિત કરવામાં આવી હતી.આ અભિયાનમાં રૂપિયા ૨૬ લાખ ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માટે એકત્રિત કરીને અર્પણ કરતો કાર્યક્રમ વઢવાણ સોમપુરાવાડી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા યોજાયો હતો.

જેમાં વિભાગ કાર્યવાહક મનહરસિંહ ઝાલા, વિ.હિ.પ.ના પ્રદેશ ઉપાધ્યક્ષ ક્રિષ્નામુરારી અગ્રવાલ, અધ્યક્ષ જયેશભાઇ શુકલ, જિલ્લા કાર્યવાહક તુકારામભાઇ પટેલ, આનંદભાઈ રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક મહિના સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં થયેલા અનુભવો રામભક્તોએ રજૂ કર્યા હતા. આ તકે આનંદભાઈ રાવલે બૌધ્ધિક રજૂ કરીને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના પાઠ શીખડાવાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઈ સોની, નિલેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ મહેતા, દશરથસિંહ હસવાત સહિતના રામ ભક્તોએ જહેમત ઉઠાવી હતી

વધુ સમાચાર માટે…

એક્સિસ બેન્કના બેંક મેનેજર કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ, નોટિસ લગાવાઈ