આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

Photo of author

By SOHAM 24 NEWS

આખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

Google News Follow Us Linkઆખરે કેવી રીતે ક્રેશ થયું હતું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

cds bipin Rawat Helicopter Crash – તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનાની (cds bipin Rawat Helicopter Crash) તપાસ કેસમાં શરૂઆતી નિષ્કર્ષ શુક્રવારે સામે આવ્યા

  • તમિલનાડુમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટના
  • સેનાનું હેલિકોપ્ટર 8 ડિસેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 
  • કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં થયો ખુલાસો

તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનાની (cds bipin Rawat Helicopter Crash) તપાસ કેસમાં શરૂઆતી નિષ્કર્ષ શુક્રવારે સામે આવ્યા છે. તેના મતે હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલી ખામી ન હતી, તોડફોડ કે લાપરવાહી થઇ નથી. 8 ડિસેમ્બરે મોસમની સ્થિતિમાં અપ્રત્યાશિત ફેરફારના કારણે હેલિકોપ્ટર વાદળોમાં પ્રવેશ કરી ગયું હતું. જેના કારણે દુર્ઘટનામાં થઇ હતી જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું ( cds bipin rawat)નિધન થયું હતું. આ દુર્ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા. હેલિકોપ્ટર Mi-17 V5 દુર્ઘટનામાં (Helicopter Crash)ટ્રાઇ સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્કવાયરીએ પોતાના નિષ્કર્ષ પ્રસ્તુત કર્યા છે.

તમિલનાડુના કુન્નુર પાસે કોહરાના કારણે સેનાનું હેલિકોપ્ટર 8 ડિસેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા. તપાસ દળે દુર્ઘટનાના સૌથી સંભવિત કારણની જાણ માટે બધા ઉપલબ્ધ સાક્ષીઓની પૂછપરછ સિવાય ઉડાન ડેટા રેકોર્ડર અને કોકપિટ વોયસ રેકોર્ડરનું વિશ્લેષણ કર્યું હતું. કોર્ટ ઓફ ઇન્કવાયરીએ દુર્ઘટનાના કારણના રૂપમાં યાંત્રિક વિફળતા, તોડફોડ કે લાપરવાહીને ફગાવી દીધી છે.

સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે આજે ભારત પાસે 2 અસીમ શક્તિ છે: પીએમ મોદી

તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ દુર્ઘટના મોસમની સ્થિતિમાં અપ્રત્યાતશિત પરિવર્તનના કારણે બની હતી. હેલિકોપ્ટર વાદળોમાં પ્રવેશ કરી ગયું અને આ કારણે દુર્ઘટના બની હતી. હેલિકોપ્ટર જ્યારે વાદળોમાં પ્રવેશ કરી જાય છે તો તેની આગળ, નીચે કે ઉપરનું દેખાતું નથી. આવામાં પાયલટ નિયંત્રણ ગુમાવી બેસે છે. આ કારણે દુર્ઘટના બની હતી. તપાસના નિષ્કર્ષોના આધાર પર, કોર્ટ ઓફ ઇન્કવાયરીએ કેટલીક ભલામણો પણ કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા, તેમના રક્ષા સલાહકાર બ્રિગેડિયર એલએસ લિદ્દર, સીડીએસના સ્ટાફ અધિકારી લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ અને સમ્માનિત પાયલટ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ સહિત 13 લોકોના નિધન થયા હતા.

યંગ રહેવા માટે અનિલ કપૂર પીવે છે સાપનું લોહી! અભિનેતાએ પોતે જ કર્યો હતો આ વાતનો ખુલાસો

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link