પુષ્પાનો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

Photo of author

By SOHAM 24 NEWS

પુષ્પાનો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ડિલીટ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં વિડિયો જુઓ.

Google News Follow Us Link

પુષ્પા નો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

  • સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન
  • Allu Arjun ફિલ્મ પુષ્પા
  • એક ખાસ ભેટ
  • ડિલીટ કરેલા સીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun)ની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા(Pushpa) કોરોના વચ્ચે પણ સિલ્વર સ્ક્રીન પર બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. જો કે આ ફિલ્મ કેટલાક વિવાદોમાં પણ રહી હતી અને નિર્માતાઓએ ફિલ્મની રજૂઆત પછી તેના કેટલાક દ્રશ્યો દૂર કરવા પડ્યા હતા. હવે ફિલ્મના નિર્માતાઓએ દર્શકોને એક ખાસ ભેટ આપી છે.

ફિલ્મ નિર્દેશકે આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સીન હિન્દીમાં છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) સ્ટારર ડાયરેક્ટર સુકુમાર(Sukumar)ની ફિલ્મ પુષ્પાના આ ડિલીટ કરેલા સીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી રહ્યો છે.તમે પણ જોઈ લો.

અલ્લુ અર્જુનની પુષ્પાએ 300 કરોડની કમાણી કરી-
સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) સ્ટારર ફિલ્મ પુષ્પા થિયેટર્સમાં બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને માત્ર 2 અઠવાડિયામાં જ 300 કરોડનો આંકડો પાર કરી લીધો. અલ્લુ અર્જુન-રશ્મિકા મંડન્ના અભિનીત આ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી. જેને નિર્માતાઓએ દેશભરમાં મોટા પાયે રિલીઝ કરી છે. ફિલ્મના બિઝનેસની વાત કરીએ તો વિદેશોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

હિન્દી સિનેમાઘરોમાં પણ અલ્લુ અર્જુનની ફિલ્મ દર્શકોને થિયેટરો સુધી ખેંચવામાં સફળ રહી છે. આ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર પણ લગભગ 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે કમાણીના મામલે સત્યમેવ જયતે, લાસ્ટ તક જેવી મોટી બોલિવૂડ ફિલ્મોને માત આપી છે.

સુરેન્દ્રનગરમાં શાળાની આજુબાજુ 200 મીટરના વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં સોપારી-મસાલાનું ખુલ્લેઆમ વેચાણ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link