સુરેન્દ્રનગરમાં શાળાની આજુબાજુ 200 મીટરના વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં સોપારી-મસાલાનું ખુલ્લેઆમ વેચાણ
- સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓની આસપાસના 200 મીટરની ત્રિજ્યામાં પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ
શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર ખાનગી રાહે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી વાલીઓએ વ્યક્ત કરી
નાના બાળકોને નશાની લતથી બચાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં શાળાઓની આસપાસના 200 મીટરની ત્રિજ્યામાં પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની ઘણી શાળાઓ નજીક પાન-મસાલા રસ્તાઓ પર ખુલ્લેઆમ વેચાતા હોવાની ફરીયાદ ઉઠી છે.
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓની આસપાસ પાન-મસાલા-ગુટખાનું વેચાણ કરતી લારી અને ગલ્લાઓ બિલાડીના ટોપની જેમ છલકાઈ રહ્યાં છે. તેથી સરકારે રાજ્યભરની શાળાઓની આસપાસના 200 મીટરની ત્રિજ્યામાં પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લામાં આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
New Year’s Day: એક ક્લિકમાં મિત્રોને વિશ કરો ન્યૂ યર, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ
નવાઈની વાત તો એ છે કે, શાળા પાસે પાન મસાલા વેચાય તો છે જ અને શાળામાં નોકરી કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ભેગા મળી અને પાન મસાલા અને ગુટકા ખાતા પણ જોવા મળી રહ્યા છે. શાળાની આજુબાજુમાં રહેતા ગુટકાના વેપારીએ જણાવ્યું કે, શાળામાં નોકરી કરતા મોટા ભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભેગા મળી અને માવો ખાતા હોય છે. ત્યારે માત્ર શાળા પાસે વેચાતા ગુટકા અને માવાવાળા ઉપર કાયદાની વાત કરી રહ્યાં છે.
ઉત્તરાયણ પહેલા બાળકના જીવનની દોરી કપાઇ, માતા-પિતા માટે ચેતવણી…
શાળામાં કેટલા વિદ્યાર્થીઓ પાસે ખિસ્સામાં અને ગજવામાં માવા છે કે નહિં તેને લઈ તપાસ કરવી પણ જરૂરી બની છે. વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકોના ગજવામાં પણ માવા હોય છે. ત્યારે પ્રથમ કાયદાની અમલવારી શાળાઓમાંથી જ કરવાની જરૂર છે.
પાનના ગલ્લાવાળા તો માવા અને ગુટકા વેચે છે. પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર ખાનગી રાહે તપાસ કરી અને ઝડપથી કાર્યવાહી કરવામાં આવી તેવી હાલમાં માંગણી વાલીઓએ વ્યક્ત કરી છે.