શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વનો દિવસ, આજથી ખુલશે કરતારપુર કોરિડોર, યાત્રાના નિયમો જાણી લો
કરતારપુર કોરિડોર: કરતારપુર કોરિડોર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીના અંતિમ વિશ્રામ સ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ, પાકિસ્તાનને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારથી જોડે છે.
- શીખ શ્રદ્ધાળુઓ માટે આજે બહુ ખુશીનો દિવસ
- કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય કર્યો
- નવેમ્બર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
શીખ શ્રદ્ધાળુઓ માટે આજે બહુ ખુશીનો દિવસ છે કેમકે, આજથી પાકિસ્તાન સ્થિત શીખોના અત્યંત પૂજનીય તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબમાં કોઈ રોકટોક વિના ભારતીય દર્શનાર્થીઓ ફરીથી જઈ શકશે. કેન્દ્ર સરકારે શીખ શ્રદ્ધાળુઓ માટે મંગળવારે કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે આની જાહેરાત કરી.
કરતારપુર કોરિડોર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીના અંતિમ વિશ્રામ સ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ, પાકિસ્તાનને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારથી જોડે છે. કોવિડ-19ના પ્રકોપ બાદ માર્ચ 2020થી અટકી ગયેલી તીર્થયાત્રાને ફરી શરુ કરવાની જાહેરાત શુક્રવારે ગુરુ નાનક દેવની જયંતિથી ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી, ‘એક મોટો નિર્ણય જે લાખો શીખ શ્રદ્ધાળુઓને લાભ પહોંચાડશે, નરેન્દ્ર મોદી સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરી ખોલવાનો નિર્ણય લીધો છે.’ ગૃહ મંત્રીએ કહ્યું કે આ નિર્ણય ગુરુ નાનક દેવજી અને શીખ સમુદાય પ્રતિ મોદી સરકારની અપાર શ્રદ્ધા દર્શાવે છે.’ ગૃહ મંત્રીએ કહ્યું કે દેશ 19 નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીનો પ્રકાશ ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યો છે અને તેમને વિશ્વાસ છે કે આ પગલું ‘દેશભરમાં ખુશી અને ઉત્સાહ વધારશે.’
સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નિર્ણયને આવકાર્યો:
પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે રાજ્ય મંત્રીમંડળ એ ‘જૂથ’નો ભાગ હશે જે 18 નવેમ્બરે પાકિસ્તાનમાં ગુરુદ્વારાનો પ્રવાસ કરશે. ચન્ની ઉપરાંત, કોંગ્રેસના પંજાબ યુનિટના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ, પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ કેન્દ્રના આ પગલાંની પ્રશંસા કરી.
ભારતે 24 ઓક્ટોબર, 2019ના પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડોર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ, બધા ધર્મોના ભારતીયોને 4.5 કિમી લાંબા માર્ગના માધ્યમથી વર્ષ દરમ્યાન વિઝા મુક્ત યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન માટે ભક્તોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે:
ભક્તો માટે આ જાણકારી બહુ જરૂરી છે કે કરતારપુર કોરિડોરથી યાત્રા કરનારા બધા યાત્રીઓએ 72 કલાકમાં કરાવેલા RT-PCR ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ અને વેક્સીન સર્ટિફિકેટ સાથે લઈ જવું અનિવાર્ય હશે. કરતારપુર ગુરુદ્વારામાં પણ પાકિસ્તાનના અન્ય વિસ્તારોની જેમ ત્યાંની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બનશે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો, પ્રાણી સંગ્રહાલયમાં ઉજવણી