Site icon સોહમ 24 ન્યુઝ

4 વર્ષમાં સુરેન્દ્રનગરમાંથી 450 દર્દીએ આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ લીધો

4 વર્ષમાં સુરેન્દ્રનગરમાંથી 450 દર્દીએ આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ લીધો

Google News Follow Us Link

in-4-years-450-patients-from-surendranagar-took-advantage-of-icu-on-wheels

સુરેન્દ્રનગર શહેરમાં હૃદયરોગના દર્દીઓ માટે 2017થી લઇને આઇસીયુ ઓન વ્હીલ્સ છેલ્લા 4 વર્ષથી નિ:શુલ્ક સેવા આપી રહી છે. જેના કારણે ગાડી દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 450 જેટલા દર્દીઓને રાજકોટ તેમજ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…

સુરેન્દ્રનગરથી અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલ ટુ હોસ્પિટલ ક્રિટીકલ કંડીશનમાં દર્દીને ટ્રાન્સફર કરવા માટેની સેવા મધ્યમવર્ગ માટે 2017 શરૂ કરાઇ હતી. પિતા સ્વ.ભાનુભાઈ અને માતા સ્વ.સુશીબેનની સ્મૃતિ માટે એસએસવ્હાઇટ ટેકનોલોજીસ ઇ.પ્રા.લિ.અને રાહુલ ભાનુભાઈ શુકલ ફાન્ડેશનના સૌજન્યથી હૃદયરોગના દર્દીઓ માટે નિ:શુલ્ક આઇસીયુ ઓન વ્હીલ્સની સેવા 2017માં શરૂ કરવામાં આવી હતી. જેમાં 24 કલાક સેવા આપતી આ ગાડીને એક ફોન કરો તો અડધો કલાકમાં ખડી થઇ જાય છે. સુરેન્દ્રનગરમાંથી હૃદયરોગના દર્દીને આ ગાડી દ્વારા અમદાવાદ અને રાજકોટ માત્ર રિફર કરવાનું કાર્ય કરે છે.

in-4-years-450-patients-from-surendranagar-took-advantage-of-icu-on-wheels

હાલ એક માસમાં અંદાજે 9 જેટલા દર્દીઓને આ સેવા મળી રહી છે. જો અઢી લાખથી વધુ રકમની દર્દીના કુટુંબની આવક હોય અને તો તેઓને આ ગાડીનો માત્ર ડિઝલનો અને મેડીકલ એટેન્ડેશનનો ખર્ચે ભોગાવવાનો રહે છે. એહમદ પઠાણે જણાવ્યું આ સેવાનો તમામ ખર્ચે રાહુલ ભાનુભાઈ ફાન્ડેશન ખર્ચે ઉઠાવે છે.

વહેલી સવારે અમદાવાદ થી રાજકોટ તરફ ઈન્કમટેક્ષના દરોડા પાડવા જતી ટીમનો સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો

કોરોના માટે જે વાન હતી તે હાલ ગરીબ દર્દીઓ માટે દોડાવવામાં આવી રહી છે.

કોરોનામાં જિલ્લા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી. ત્યારે વેન્ટીલેટર સહિતની સુવિધવાળી વધુ એક વાનની વ્યવસ્થા કરાઈ હતી. હાલ આ વાન ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક દોડાવાઇ રહી છે. પ્રસૂતિ દરમિયાન મહિલાને મુશ્કેલી થઈ હોય છે તેવા કેસોમાં લોકો લાભ લઈ રહ્યા છે.

કેટરીનાએ પોતાના હાથ વડે વિક્કીને લગાવી હલ્દી, કપલે કંઇક આ રીતે માણી લગ્નના જશ્નની મજા

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version