સુરેન્દ્રનગર વઢવાણ કસ્બા શેરીમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
- વઢવાણ કસ્બા શેરીમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ.
- હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે
- રીક્ષામાં પાંચ પેસેન્જરો બેસાડીને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવીને જાહેરનામાનો ભંગ
વઢવાણ કસ્બા શેરીમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવાના ભાગરૂપે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે
તેમ છતાં કેટલાક લોકો એસોપીની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાનું લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ રહી છે. ત્યારે વઢવાણ ધોળીપોળ કસ્બા શેરીમાં રહેતા ફિરોજભાઈ પઠાણપોતાના હવાલાવાળી સીએનજી રીક્ષામાં પાંચ પેસેન્જરો બેસાડીને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવીને જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ કર્મચારી જીલાણીભાઈ કુરેશીએ એ ડિવિઝન પોલીસ મથકે 9 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ જાગૃતીબેન સોલંકી ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર એસ.એસ. વ્હાઈટ કંપની દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશનને