સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાં ઈકોગાડીના આધારે ફાઈર વિભાગે બે દીવસ યુવાનની શોધ ખોળ કરી પરંતુ કોઈ પતો ન મળ્યો
- દુધરેજ કેનાલમાં શંકાના આધારે યુવાનની શોધખોળ હાથ ધરતા 48 કલાક બાદ એવો કોઈ પત્તો ના મળ્યો
- બીજા વાહનમાં બેસી ક્યાંક ચાલ્યો ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
દુધરેજ કેનાલમાં શંકાના આધારે યુવાનની શોધખોળ હાથ ધરતા 48 કલાક બાદ એવો કોઈ પત્તો ના મળતા ફાયર વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ અને પરિવારજનોએ કદાચ આ યુવાન કેનાલમાં ના પડતી હોય અને બીજે ક્યાંક ચાલ્યો ગયો હોવાની શંકા વ્યક્ત કરી.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના ફાયર વિભાગના 10 થી વધુ જવાનોએ યુવાનની શોધખોળ માટે કેનાલમાં એક કિલોમીટર સુધી શોધખોળ માટે મહામહેનત કરવામાં આવી. સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ પાસે રાજકોટના યુવાનને ઇકો કાર અને સુસાઇડ નોટ રવિવારે સાંજના સમયે મળી આવતા ઘટનાસ્થળે એ ડિવિઝન પોલીસ કાફલો અને સુરેન્દ્રનગર પાલિકાના ફાયર વિભાગના તરવૈયા ટીમ ઘટના સ્થળે દોડી જઇ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.
કેનાલ પાસે પડેલી ઇકોકારના માધ્યમથી આ યુવાનો રાજકોટનો રહેવાશી અને તેનું નામ પીન્ટુભાઇ વજુભાઈ વાલાણી ઉંમર ૩૦ વર્ષ જાતે તળપદા કોળી પટેલ જાણવા મળતા આ યુવાનના પરિવારજનોને જાણ કરી હતી અને સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ બોલાવવામાં આવ્યા અને તેમની હાજરીમાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના ફાયર વિભાગના સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલસિંહ રૂબરૂમાં ફાયર વિભાગના 10 થી વધુ જવાનોએ નર્મદા કેનાલમાં એક કિલોમીટર સુધી યુવાનનો પતો મેળવવા 48 કલાક મહેનત કરી હતી.
સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ
તેમ છતાં કોઈ પતોના મળતા પરિવારના મોભી અને સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના ફાયર વિભાગના સુપ્રિટેન્ડન્ટ છત્રપાલ સિંહ ઝાલા સહિતના આગેવાનોએ આ યુવાન કદાચ કેનાલમાં ડૂબ્યો પણ ના હોય અને આ યુવક હોશિયાર હોવાથી બીજા વાહનમાં બેસી ક્યાંક ચાલ્યો ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર નુરેમોહમ્મદ સોસાયટી પાસેથી રાત્રી કર્ફ્યુ ભંગ બદલ એક ઈસમ સામે ફરિયાદ નોંધાઇ