સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસેના વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ
- તંત્રને રજૂઆત છતાં ઉકેલ ન આવતા વિરોધ
- પાણી અજરામર ટાવર પાસેના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇ આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર શહેરમાં રૂ.56 કરોડના ખર્ચે પાણીની લઇન સાથે સંપ સહિતની કામગીરી કરવામાં આવી હતી તેમ છતા હજુ ઘણા એવી વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે અજરામર ટાવર પાસે આવેલા વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ પાલિકામાં દેકારો મચાવ્યો હતો.
શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ
સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાંથી પીવાના પાણીની હાડમારી અંગે ફરીયાદો ઉઠી રહી છે. અહિંના અજરામર ટાવરવાળા વિસ્તારમાં નવી પાઈપલાઈન નંખાયા પછી પણ નળમાં પાણી નહીં આવતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરીને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે પાણીની નવી લાઈન નંખાયા પછી પણ અનેક વિસ્તારોમાં પાણી આવતું નહીં હોવાની ફરીયાદો ઉઠી રહી છે. નગરપાલીકાથી માત્ર 200 મીટર દુર આવેલા અજરામર ટાવર વાળા વિસ્તારમાં નવી લાઈન નંખાયા પછી પણ નળમાં પીવાનું પાણી નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહિલાઓને એક બેડા પાણી માટે અન્ય વિસ્તારમાં જવું પડતું હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
આ સમસ્યાનું નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં ન આવતા ન.પા.ના વિરોધપક્ષના નેતા આદમભાઈ જામની આગેવાનીમાં સ્થાનીક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. તેમજ આ પ્રશ્ને વહેલીતકે યોગ્ય ઉકેલ લાવવામાં ન આવે તો આંદોલન શરૂ કરવાની ચિમકી આપવામાં આવી હતી.