અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

Photo of author

By SOHAM 24 NEWS

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

લંડનથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળ્યો છે. RTPCR દ્વારા મુસાફરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આજુ બાજુ મુસાફરી કરનારા મુસાફરોના ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Google News Follow Us Link

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

  • અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત
  • RTPCR દ્વારા મુસાફરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.
  • SVP હોસ્પિટલમાં મુસાફરના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ ઉપર મોડી રાતે આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર દોડતું થઈ ગયું છે. લંડનથી આવેલી ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત નીકળ્યો છે. RTPCR દ્વારા મુસાફરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આજુ બાજુ મુસાફરી કરનારા મુસાફરોના ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

SVP હોસ્પિટલમાં મુસાફરના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આજ બપોર અથવા સાંજ સુધીમાં પરીક્ષણ અર્થે ગયેલા સેમ્પલનું પરિણામ આવવાની શક્યતા છે.

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે દેશમાં દસ્તક દીધી છે. આ વેરિઅન્ટે ચિંતા વધારી છે. કોરોનાની બે લેહરનો ભયાનક  સામનો કર્યા પછી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ત્રીજી લહેર ઓમિક્રોનથી પણ આવી શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના પર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની બહારના દેશોમાંથી ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેની વિશેષતા અનુસાર, તે ભારત સહિત વધુ દેશોમાં ફેલાય તેવી શક્યતા છે. જો કે, કેસ કયા સ્તરે વધશે અને રોગની ગંભીરતા વિશે પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

આરોગ્ય મંત્રાલયે કહ્યું, “ભારતમાં રસીકરણની ઝડપી ગતિ અને ડેલ્ટા પેટર્નની અસરને જોતાં, આ રોગની ગંભીરતા ઓછી રહેવાની અપેક્ષા છે. જો કે હજુ સુધી વૈજ્ઞાનિક પુરાવા આવ્યા નથી.

ઓમિક્રોન વેરિએન્ટ: આ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા હડકંપ!, સંક્રમણના 2 કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરુપ વિશે હંમેશા પૂછવામાં આવતા પ્રશ્નોને લઈ એક યાદી જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે  SARS-CoV-2 ના નવા સ્વરૂપ ઓમિક્રોન પર  હાલની રસીઓ કામ કરતી નથી એવા કોઈ પુરાવા નથી, પરંતુ કેટલાક પરિવર્તનો રસીની અસરકારકતાને ઘટાડી શકે છે.

અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 115 લોકોના મોત થયા

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસેના વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link