Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી મારમારી પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ તાલુકાના વાડલા ગામે જૂની બાબતનું મનદુઃખ રાખતા માથાકુટ થઇ હતી.

બનાવમાં પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના ઘરે તેઓના ગામના જશવંતભાઈ ખેર મજૂરીનું કહેવા માટે આવેલ હોય જશવંતભાઈના સબંધી સાથે મનદુઃખ થયું હોય તે બાબતે ફરિયાદી તથા સાહેબને ગાળો આપી તેમજ છૂટા પથ્થરોના ઘા કરી ફરિયાદીના પિતા સાહેબને મૂંઢ ઈજા પહોંચાડી તેમજ પથ્થરના છુટા ઘા થી ફરિયાદીના ભાઈને પણ ઈજા પહોંચાડી આ ઉપરાંત પથ્થરના કારણે ઓરડાના નડિયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

બનાવની વાડલા વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશ કાળુભાઈ મકવાણાએ એજ ગામમાં રહેતા હિતેશભાઈ રાઠોડ, હિંમતભાઈ રાઠોડ, પિન્ટુભાઈ રાઠોડ, દેવજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version