વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી 26 જૂન સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે
- સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી 26 જૂન સુધી રાત્રી કરફ્યુ
- રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી 26 જૂન સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે તેવું ફરમાન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આગામી તારીખ 11 જૂનથી નિયમો હળવા કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલમાં રાખવામાં આવનાર હોવાનું જાહેર થવા પામ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોના રસીકરણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીમાં કરફ્યુ કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે તેમ પણ જાહેર થવા પામ્યું છે. આથી આ જાહેરનામાનો અમલ આગામી તારીખ 26 જૂન સુધી અમલમાં રહેનાર હોવાનું પ્રમાણ પણ કરવામાં આવ્યું છે.