Sanskrit school – વઢવાણમાં સંસ્કૃત પાઠશાળાનો ઉદ્ઘાટન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો
વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ કેળવવાના ભાગરૂપે વઢવાણમાં સંસ્કૃત પાઠશાળાનો ઉદ્ઘાટન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્વયંભૂ શ્રી ક્ષેમશંકર મહાદેવ ગાયત્રી મંદિર પરિસરમાં બ્રહ્મનારી શક્તિ દ્વારા સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત જ્ઞાતિના આચાર્ય આશિષભાઈ મહેતા, સેક્રેટરી જગદીશભાઈ રાવલ, અન્નક્ષેત્ર ટ્રસ્ટના માનદ મંત્રી સંજયભાઈ ભટ્ટ તથા ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ભટ્ટ, જુગલકિશોરભાઈ વ્યાસ, નટુભાઈ ત્રિવેદી, સુનિલભાઈ મહેતા વિગેરે પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા.
સંસ્કૃત પાઠશાળાને જ્ઞાતિના આચાર્ય દ્વારા ખુલ્લી મુકવામાં આવી ત્યારે પન્નાબેન શુક્લા અને સ્મિતાબેન રાવલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ આયોજનની સફળ બનાવવા બ્રહ્મનારી શક્તિના પ્રમુખ કવિતાબેન શુક્લા, મંત્રી જોલી બેન ભટ્ટ અને કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી.
Parents Day – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં પરેન્ટ્સ ડેની ઉજવણી કરાઈ