સુરેન્દ્રનગરના યુવાનો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે 15મી માર્ચ સુધી અરજી કરી શકશે

Photo of author

By rohitbhai parmar

Indian Army Recruitment – સુરેન્દ્રનગરના યુવાનો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે 15મી માર્ચ સુધી અરજી કરી શકશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગરના યુવાનો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે 15મી માર્ચ સુધી અરજી કરી શકશે

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આર્મીની વિવિધ કેડરની ભરતી અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે નિઃશુલ્ક ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ (ઈન્ડિયન આર્મી)માં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો જે આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઈચ્છુક હોય તેઓએ www.indianarmy.nic.in વેબસાઈટ પ૨ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Education Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઈલ સર્ટીર્ટીફકેટ અને NCC સર્ટીફીકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત ઉમેદવારે અચૂકપણે પોતાનું ૨હેઠાણનું સ૨નામું, ઈ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઇન અરજીમાં ભ૨વાની રહેશે ઓનલાઈન અ૨જી કરવાની છેલ્લી તારીખ 15/03/2023 છે. જ્યારે ઓનલાઈન પરીક્ષા (CEE) તારીખ 17/04/2023 થી શરૂ થનાર છે.

આ ભરતીમાં જિલ્લાના ઓછામાં ઓછું ધોરણ-8 પાસની લાયકાત ધરાવતા તેમજ તા.01/10/2002 થી તા. 01/04/2006 (બંને તારીખો સહિત)ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અ૨જી કરી શકશે તેમજ રૂ.250/ પરીક્ષા ફી ભ૨વાની રહેશે. જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનુ ઉજ્જવળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે કચેરીના કામકાજના કલાકો દ૨મ્યાન નિઃશુલ્ક ધોરણે ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે વધુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, વધુ માહિતી મેળવવા માટે રૂબરૂમાં સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર અથવા કચેરીના કોલસેન્ટર નંબર 6357 390 390પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

સુરેન્દ્રનગરના ધો.10ના 20921 અને ધો.12 સામાન્ય પ્રવાહના 13698 તથા વિજ્ઞાનપ્રવાહના 1287 છાત્રો પરીક્ષા આપશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link