Site icon સોહમ 24 ન્યુઝ

India’s 75th Independence Day :  PM મોદીએ પહેરી તિરંગાવાળી પાઘડી, નેવી બ્લૂ જેકેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

India’s 75th Independence Day :  PM મોદીએ પહેરી તિરંગાવાળી પાઘડી, નેવી બ્લૂ જેકેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

પીએમ મોદી પ્રસંગ પ્રમાણે પહેરવેશ પહેરવા માટે જાણીતા છે અને આઝાદી દિવસના અવસરે પણ તેમણે આ વાત સાર્થક કરી દેખાડી છે.

Google News Follow Us Link

પીએમ મોદીની ડ્રેસિંગ સેન્સનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. આઝાદી દિવસે પીએમ મોદી તિરંગાવાળી પાઘડી પહેરીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદી આ વખતે તિરંગાના રંગે રંગાયેલી પાઘડીમાં જોવા મળ્યાં હતા. એટલું જ નહીં પરંતુ તેમણે પહેરેલા નેવી બ્લૂ જેકેટે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોની સુંદર રંગબેરંગી પાઘડીમાં જોવા મળ્યાં પીએમ મોદી 

ભારતના 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદી આજે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશને પોતાનું સંબોધન આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોની સુંદર રંગબેરંગી પાઘડીમાં જોવા મળ્યાં હતા.

હર ઘર તિરંગા અભિયાનની ભાવના દેખાઈ 

આ વર્ષે પીએમ મોદીની ‘તિરંગા પાઘડી’ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન‘ની ભાવનાને પ્રદર્શિત કરે છે, જેનો હેતુ લોકોને તેમના ઘરોમાં તિરંગો લગાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

લખતર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ATMમાં મહિનામાં બીજીવાર વ્યક્તિને વીજશોક લાગ્યો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version