Site icon સોહમ 24 ન્યુઝ

પ્રેરણાદાયી કાર્ય – સુરેન્દ્રનગરમાં મુસ્લિમ પરિવારે સી.જે. હોસ્પિટલમાં પાંચ પારણા અર્પણ કર્યા

Inspirational Work – સુરેન્દ્રનગરમાં મુસ્લિમ પરિવારે સી.જે. હોસ્પિટલમાં પાંચ પારણા અર્પણ કર્યા

Google News Follow Us Link

  • સુરેન્દ્રનગરમાં મુસ્લિમ પરિવારે સી.જે. હોસ્પિટલમાં પાંચ પારણા અર્પણ કરી માનવતાની મહેંક પ્રસરાવી

સુરેન્દ્રનગર શહેરની નૂરે મોહમ્મદ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ પરિવારે સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં પાંચ પારણા અર્પણ કર્યા હતા. સુરેન્દ્રનગર શહેરની નૂરે મોહમ્મદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને અને જીઇબીમાં ફરજ બજાવી અને નિવૃત્ત જીવન વિતાવતા ચૌહાણ પરિવારના જહાંગીરભાઇ બચુભાઇ સામાજિક કાર્યકર છે. ત્યારે તેમના પરિવાર દ્વારા મનમાં એવો ખ્યાલ આવ્યો કે, આપણે સાર્વજનિક હોસ્પિટલ હોય ત્યાં નાના નાના બાળકોના જન્મ થતાં હોય છે. ત્યારે ત્યાં પારણાની જરૂરિયાત હોય છે. ત્યારે એમને એવો ખ્યાલ આવ્યો ત્યારે તેમને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.

સુરેન્દ્રનગર શહેરની સી.જે. હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગ આવેલો છે. જયાં મંત્રીની ઉપસ્થિતિ તેમજ સી.જે. હોસ્પિટલના હોદ્દેદાર અને સમાજ સેવક હાજી અસલમખાન પઠાણને ઉપસ્થિત રાખી અને જહાંગીરભાઇ બચુભાઇ ચૌહાણના પરિવાર તેમજ તેમનો પુત્ર ઇમરાન તેમજ જહાંગીરભાઇના પત્ની અને પરિવાર સાથે રાખી અને પાંચ પારણા સાથે છ ખોયા પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને પાંચ પારણા અર્પણ કરી અને મુસ્લિમ સમાજમાં એક પ્રેરણાદાયી કાર્ય ગણવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્ય દંડકની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version