International Women’s Day – સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
દર વર્ષે 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સુરેન્દ્રનગર ખાતે મહિલા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આઇ સી.ડી.એસની યોજના, મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી, મહિલાલક્ષી કાયદાકીય માહિતી, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની માહિતી, સંકટ સખી એપ્લીકેશન વિશે, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓ જેમ કે, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન: લગ્ન આર્થીક સહાય યોજના, મહિલા સ્વાલંબન યોજના વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરવામા આવ્યા હતા. વિવિધ ક્ષેત્રે સિદ્ધી મેળવેલ વિકલાંગ મહિલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇ સી.ડી.એસ સ્ટાફ તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા
ધોરણ-10 તથા 12ની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું