Site icon સોહમ 24 ન્યુઝ

ઈયળોનું સામ્રાજ્ય: લખતરના ભડવાણા ગામે જંગલી ઈયળોનો ઉપદ્રવ: દીવાલ, વૃક્ષ પર ઈયળોનું સામ્રાજ્ય

ઈયળોનું સામ્રાજ્ય: લખતરના ભડવાણા ગામે જંગલી ઈયળોનો ઉપદ્રવ: દીવાલ, વૃક્ષ પર ઈયળોનું સામ્રાજ્ય

Google News Follow Us Link

લખતર તાલુકા મથકથી આઠેક કીમી દૂર આવેલા તાલુકાના ભડવાણા ગામે કાળી ઈયળોનો અચાનક ઉપદ્રવ થયો છે. આ દર્શાવતો 1 વીડિયો ફરતો થયો હતો. ગામનાં તળાવની પાળ નજીક ઈયળોએ દેખાદેતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઈ હતી.

જાણવા મળતી માહિતી અનુસાર લખતર તાલુકાના ભડવાણા ગામનાં અમુક વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં મકાનની દીવાલ ઉપર, બાપા સીતારામની મઢુલીની દીવાલ ઉપર, તો અમુક વૃક્ષો ઉપર વિપુલ માત્રામાં જંગલી ઈયળોએ દેખા દીધી હતી. જેનો વીડિયો ફરતો થયો હતો.

અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video

આમ, જંગલી ઈયળોએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે બે વર્ષ પહેલાં તાલુકાનાં છેવાડાના ગામ એવા કલ્યાણપરામાં પણ જંગલી ઈયળો જોવા મળી હતી. જે લાંબા સમય સુધી ઘરોની દીવાલ ઉપર રહી હતી.

મેઘમહેર: હળવદ પંથકમાં 2 ઈંચ: લખતર, સાયલા, ચૂડા, લીંબડી, ધ્રાંગધ્રામાં ઝાપટાં પડ્યાં

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version