ચુડા તાલુકાના ખાંડીયા ગામના ખેડૂતોની જમીનને
ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે વીજલાઈન નાખવાનો હુકમ
- તમામ ખેડૂત ખાતેદારોને વીજ પુરવઠો નિયમિત અને પૂરા દબાણથી મળી રહે
- ખેડૂતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય
- જમીનમાંથી પસાર કરવા મંજૂરી આપવામા આવી છે.
- આ હુકમનું પાલન ન કરનાર સજાને પાત્ર બનશે
![ચુડા તાલુકાના ખાંડીયા ગામના ખેડૂતોની જમીનને ઓછામાં ઓછું નુકશાન થાય તે રીતે વીજલાઈન નાખવાનો હુકમ](https://soham24.in/wp-content/uploads/2021/03/ચુડા-તાલુકાના-ખાંડીયા-ગામના-ખેડૂતોની-જમીનને-ઓછામાં-300x225.png)
ઓછું નુકશાન થાય તે રીતે વીજલાઈન નાખવાનો હુકમ
સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.રાજેશે એક હુકમ દ્વારા રાજયના જાહેરહિતમાં અને રાજય અને રાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખી તમામ વ્યકિત અને તમામ ઔદ્યોગિક એકમો તેમજ તમામ ખેડૂત ખાતેદારોને વીજ પુરવઠો નિયમિત અને પૂરા દબાણથી મળી રહે તે માટે ચુડા તાલુકાના ખાંડીયા ગામના કેટલાક ખાતેદાર ખેડૂતોની જમીનમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કાર્યપાલક ઈજનેરશ્રી જેટકો લીંબડી દ્વારા સૂચિત ૪૦૦ કે.વી શાપર સબ-સ્ટેશનથી સૂચિત ૪૦૦ કે.વી પચ્છમ સબ-સ્ટેશન સુધી જતી ૪૦૦ કે.વી.ની બેવડી વીજરેષા પ્રસ્થાપિત કરવાના કામ માટે તેના મંજૂર થયેલ નિશ્વિત રૂટમાં આવતા ખેડૂત ખાતેદારના ખેતર/ જમીનમાંથી પસાર કરવા મંજૂરી આપવામા આવી છે.
આ હુકમનું પાલન ન કરનાર સજાને પાત્ર બનશે તથા જેટકો લીંબડી તરફથી વીજ લાઈન નાંખવાના કારણે પ્રોપર્ટી માલિકોને થનાર નુકસાન સામે પ્રવર્તમાન કાયદા અને કંપનીના નિયમો મુજબ પુરેપુરૂ વળતર ચૂકવવાનું રહેશે તેમજ થાંભલા નમી જાય તો કાર્યપાલક ઈજનેરશ્રી, જેટકો લીંબડીએ સહકાર આપવો પડશે. જેટકો લીંબડી તરફથી ચૂકવવામાં આવનાર વળતર બાબતના કોઈપણ વાંધા સામે પ્રોપર્ટી માલીક નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ અપીલ કરી શકે છે. તેવો હુકમ કરવામાં આવ્યો છે.