Site icon સોહમ 24 ન્યુઝ

કમોસમી વરસાદથી મોડું આગમન: કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે, બોક્સે 350 સુધી ઘટ્યા; વિવિધ જાતની કેરીના છૂટક ભાવમાં ઘટાડો

કમોસમી વરસાદથી મોડું આગમન: કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે, બોક્સે 350 સુધી ઘટ્યા; વિવિધ જાતની કેરીના છૂટક ભાવમાં ઘટાડો

Google News Follow Us Link

કેરીની સિઝન આ વર્ષે વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂર થવાનો સમય નજીક આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન તો ઓછું રહ્યું હતું. કેરીના બોક્સ દીઠ રૂ.250થી 350નો ઘટાડો થયો છે. જેના કારણે છૂટક બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.450થી 1200 સુધી થઈ ગયો છે અને ભાવ હજુ ઘટી રહ્યા છે.

તાલાલા તરફની સિઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહિવત મળતી હશે. કેસર કરી માટે તલાલા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે.

હોલસેલમાં ભાવ તૂટતાં છૂટક બજારને અસર:

નરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખ લચ્છુભાઇએ જણાવ્યું હતું કે, કેસર કેરીની સિઝન પૂરી થવા આવી હોવાથી હોલસેલ ભાવમાં રૂ.300 જેટલો ઘટાડો થયો છે. જેની અસર છૂટક બજારમાં બોકસ દીઠ રૂ.250થી 350 સુધી જોવા મળી છે. કેરીના ભાવ ઊંચા છે છતાં અગાઉના વર્ષો જેવા સ્વાદ ન મળતા આ વર્ષે કેરીની માગ પણ ઓછી રહી છે.

એકસાથે ત્રણને કાળ ભરખી ગયો: લીંબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે પિકઅપ વાન પલટી, બાળક સહિત ત્રણનાં ઘટનાસ્થળે મોત

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version