દેશની પહેલી બ્લૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટેડ સાઈકલ કરાઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Photo of author

By SOHAM 24 NEWS

દેશની પહેલી બ્લૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટેડ સાઈકલ કરાઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Google News Follow Us Link

દેશની પહેલી બ્લૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટેડ સાઈકલ કરાઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

  • Hero Cyclesની ઈલેક્ટ્રિક સાયકલ ડિવીઝને બે નવી ઈલેક્ટ્રિક માઉન્ટેન સાઈકલ
  • બે નવી ઈલેક્ટ્રિક માઉન્ટેન સાઈકલ(MTB’s) F2i અને F3i લૉન્ચ 
  • બ્લૂટૂથ અને સ્માર્ટફોન એપ્લિકેશન કનેક્ટિવિટી

Hero Cyclesની ઈલેક્ટ્રિક સાયકલ ડિવીઝને બે નવી ઈલેક્ટ્રિક માઉન્ટેન સાઈકલ(MTB’s) F2i અને F3i લૉન્ચ કરી છે. કંપનીએ F2iની કિંમત 39,999 રૂપિયા અને F3iની કિંમત 40,999 રૂપિયા નક્કી કરી છે. આ બાઈકને શહેરી ટ્રેક તેમજ ઓફ-રોડ ટ્રેક પર આરામદાયક સવારીનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપની આ સાઈકલ વડે સાહસની શોધમાં રહેલા યુવા રાઇડર્સને આકર્ષવા માગે છે.

પુષ્પાનો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

શાનદાર ફીચર્સ-

Hero Lectroની e-MTB માઉન્ટેન-બાઈકિંગ સેગમેન્ટમાં દેશની પ્રથમ કનેક્ટેડ ઈ-સાયકલ હોવાનો દાવો કરે છે. તેઓ બ્લૂટૂથ અને સ્માર્ટફોન એપ્લિકેશન કનેક્ટિવિટીથી સજ્જ છે, જે રાઈડર્સને તેમની રાઈડ માહિતી ગમે ત્યારે ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ ઈ-બાઈક RFID બાઈક લોક વડે સુરક્ષિત છે.

દેશની પહેલી બ્લૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટેડ સાઈકલ કરાઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ડ્રાઈવિંગ રેન્જ-

Hero F2i અને Hero F3i બંને ફુલ ચાર્જ પર 35 કિમી સુધીની રેન્જ ઓફર કરે છે. તમામ પ્રકારની સવારીની જરૂરિયાતોને પૂરી કરવા માટે, આ સાઈકલ 7 સ્પીડ ગિયર્સ, 100 mm સસ્પેન્શન, 27.5-ઈંચ અને 29-ઈંચના ડબલ એલોય રિમ્સ અને ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સથી સજ્જ છે. SAWAR Hero Lectroના CEO આદિત્ય મુંજાલે જણાવ્યું કે, “F2i અને F3iએ MTB કેટેગરીમાં ભારતની પ્રથમ કનેક્ટેડ ઈ-સાયકલ છે અને Hero Lectro પર અમને નવા અને વિકસતા બજારમાં નવીનતાનું નેતૃત્વ કરવા બદલ ગર્વ છે.”

દેશની પહેલી બ્લૂટૂથ અને સ્માર્ટફોન કનેક્ટેડ સાઈકલ કરાઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

4 ડ્રાઈવિંગ મોડ્સ-

બંને માઉન્ટેન ઈ-બાઈક ઉચ્ચ ક્ષમતા 6.4Ah IP67 રેટેડ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ બેટરીથી સજ્જ છે, જે 250W BLDC મોટરમાંથી ઉચ્ચ ટોર્ક જનરેટ કરે છે. આમાં રાઈડર્સને ઓપરેશનના ચાર મોડ મળે છે. આ મોડ્સ-35 કિમીની રેન્જ સાથે પેડેલેક (Pedelec), 27 કિમીની રેન્જ સાથે થ્રોટલ (Throttle), ક્રૂઝ કંટ્રોલ (Cruise Control) અને મેન્યુઅલ (Manual). સાયકલ પર સ્માર્ટ LED ડિસ્પ્લેનો ઉપયોગ કરીને એક મોડમાંથી બીજા મોડમાં સ્વિચ કરી શકાય છે.

ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ

ઉપલબ્ધતા-

Hero F2i અને Hero F3i ઈલેક્ટ્રિક-MTB Hero Lectroના 600થી વધુ ડીલરોના નેટવર્ક, ચેન્નઈ અને કોલકાતામાં બ્રાન્ડના એક્સલુસિવ એક્સપીરિયન્સ સેન્ટરો અને ઝોન તેમજ તેના ઈ-કોમર્સ ભાગીદારોની ઓનલાઈન વેબસાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link