બોટાદમાં બુદ્ધ વિહાર ખાતે જાણીતા લેખક-કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન

Photo of author

By SOHAM 24 NEWS

બોટાદમાં બુદ્ધ વિહાર ખાતે જાણીતા લેખક-કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન

  • ભારતમાં સામાજિક ક્રાંતિના પિતામહ મહાત્મા જયોતિબા ફૂલેની 194મી જયંતિ
  • શ્રી રત્નાકર નાંગરે જયોતિબા ફૂલેએ ઇ.સ.1852માં સ્થાપેલ પુના લાઇબ્રેરીથી શરૂ કરી
  • જયોતિબા ફૂલેએ કરેલ સામાજિક કાર્યોની પણ સરસ વાતો કરી
બોટાદમાં બુદ્ધ વિહાર ખાતે જાણીતા લેખક-કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન
બોટાદમાં બુદ્ધ વિહાર ખાતે જાણીતા લેખક-કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન

ભારતમાં સામાજિક ક્રાંતિના પિતામહ મહાત્મા જયોતિબા ફૂલેની 194મી જયંતિએ બોટાદમાં મોડલ સ્કૂલ પાછળ ખસ રોડે આવેલ સમતા બુદ્ધ વિહાર ખાતે તાજેતરમાં જાણીતા લેખક-કવિ અને પૂજય મોરારિબાપુ દ્વારા ‘ચિત્રકૂટ એવોર્ડ‘ વિનર સારસ્વત શ્રી રત્નાકર નાંગરનું ‘જ્યોતિબાના પરિપેક્ષમાં સાહિત્ય દ્વારા સામાજિક ક્રાંતિ‘ વિષય પર સુંદર વ્યાખ્યાન યોજાઇ ગયું.

શ્રી રત્નાકર નાંગરે જયોતિબા ફૂલેએ ઇ.સ.1852માં સ્થાપેલ પુના લાઇબ્રેરીથી શરૂ કરી છેક જયોતિબાના અવસાન સમયે ઇ.સ.1890માં થયેલ છેલ્લા પ્રકાશન ‘સાર્વજનિક સત્ય ધર્મ‘ સુધીના મહાત્માના 38 વર્ષના વિશાળ સાહિત્ય લેખન, પ્રકાશન અને પુસ્તકો તથા ગ્રંથોની સાલવાઇઝ સુંદર વિદ્ધતાપૂર્ણ શૈલીમાં છણાવટ કરી શ્રોતાજનોને રસતરબોળ કર્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણના હાથીખાના પાસે રહેતી મહિલાનું ટ્રક અડફેટે મોત ફરિયાદ નોંધાઈ

જયોતિબા ફૂલેએ કરેલ સામાજિક કાર્યોની પણ સરસ વાતો કરી મહાત્માની જયંતિએ અનોખી શબ્દ-અંજલિ અર્પી હતી.

સમતા બુદ્ધ વિહારના પ્રણેતા શ્રી પરેશભાઈ રાઠોડ, આ સંકુલના ભૂમિદાતા અને બિલ્ડર શ્રી દીપકભાઈ વાજા અને આ પ્રોગ્રામના આયોજન શ્રી વિઠ્ઠલભાઈ મૌર્યએ શ્રી રત્નાકર નાંગરને આ વ્યાખ્યાન બદલ આભાર માની ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ શહેરમાં લાઈનમાં ઉભેલા દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા,સદનસીબે જીવ બચી ગયો

વધુ સમાચાર માટે…