- Advertisement -
HomeNEWSVoter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર...

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

- Advertisement -

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

Google News Follow Us Link

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

  • ભારત સરકારે હાલમાં ચૂંટણી કાયદા (સંશોધન) બિલ 2021ને પસાર કર્યું છે
  • ડેડિકેટેડ નંબર પર કોલ કરીને પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો.

સરકારે ચૂંટણી સંબંધિત કાયદામાં સંશોધન કર્યું છે. હવે દેશના દરેક નાગરિકે પોતાના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તમે પણ આ સરળ પ્રક્રિયાને ફોલો કરીને લિંક કરી શકો છો.

ભારત સરકારે હાલમાં ચૂંટણી કાયદા (સંશોધન) બિલ 2021ને પસાર કર્યું છે. આ નવા કાયદા બાદ હવે લોકોએ પોતાના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું પડશે. જો તમે પોતાના વોટર આઈડી કાર્ડ (Voter Id Card) ને આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરવા ઈચ્છો છો તો અમે તમને સરળ રીત જણાવીશું… જેની મદદથી તમે ઘરે બેસીને બંને દસ્તાવેજોને લિંક કરી શકશો.

મા-બાપ ગુમાવી ચુકેલી દિકરીઓનાં એવા શાહી લગ્ન કે ઉદ્યોગપતિઓને પણ ઇર્ષા આવે

આ રીતે ઘરે બેસી આધાર અને વોટર આઈડી કાર્ડને કરો લિંક

NVSP વેબસાઇટ પર જાવ
– અહીં મોબાઇલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા લોગ-ઇન કરો. જો તમારૂ એનવીએસપીનું એકાઉન્ટ નથી તો, તમારે      વેબસાઇટ પર રજીસ્ટર કરવું પડશે.
– લોગ-ઇન બાદ  ‘Search on Electoral Roll‘ પર ક્લિક કરો.
– અહીં તમારી અંગત જાણકારી સાથે-સાથે રાજ્યનું નામ દાખલ કરો.
– આ સિવાય તમે વોટર આઈડી નંબરનો પણ ઉપયોગ કરી શકો છો.
– તમે કેપ્ચા એન્ટર કરી સર્ચ બટન પર ક્લિક કરો.
– ત્યારબાદ ‘All details‘ ઓપ્શન પર ટેપ કરો.
– તમારી સ્ક્રીન પર નવુ પેજ ઓપન થશે અને તેમાં તમે ‘Feed Aadhaar No‘ ઓપ્શન પર ક્લિક કરો.
– હવે નવી સ્ક્રીન ઓપન થશે. અહીં તમારી જાણકારી એન્ટર કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
– હવે તમારૂ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

અભિષેક બચ્ચન માટે બોલિવૂડના 21 વર્ષ આસાન ન હતા, BIG Bએ કહ્યું- ‘સ્ટ્રગલ વગર કંઈ જ નથી મળતું’

SMS દ્વારા આ રીતે આધાર સાથે લિંક કરો ચૂંટણી કાર્ડ:-

જો તમે તમારા રજીસ્ટર મોબાઇલ નંબરના માધ્યમથી એસએમએસ મોકલીને પણ પોતાનું વોટર આઈડી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તે માટે આ પ્રોસેસને ફોલો કરો.

ECILINK<સ્પેસ>ચૂંટણી કાર્ડ નંબર<સ્પેસ> આધાર કાર્ડ નંબરને 166 કે 51969 પર મોકલો.

તમે સરકાર દ્વારા સ્થાપિત ડેડિકેટેડ નંબર પર કોલ કરીને પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો. તમે વર્કિંગ ડેમાં સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી 1950 નંબર પર કોલ કરી શકો છો.

સુરેન્દ્રનગરમાં આપ દ્વારા લાઠીચાર્જનો વિરોધ કરાયો

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...