- Advertisement -
HomeNEWSલોકાર્પણ: રૂ.150 માં સારવાર, ઈમ્પોર્ટેડ મશીનરી-એક્સપર્ટ ડૉક્ટર્સ: જાણો આટકોટની હોસ્પિ.ની વિશેષતા, PM મોદીએ...

લોકાર્પણ: રૂ.150 માં સારવાર, ઈમ્પોર્ટેડ મશીનરી-એક્સપર્ટ ડૉક્ટર્સ: જાણો આટકોટની હોસ્પિ.ની વિશેષતા, PM મોદીએ કર્યું લોકાર્પણ

- Advertisement -

લોકાર્પણ: રૂ.150 માં સારવાર, ઈમ્પોર્ટેડ મશીનરી-એક્સપર્ટ ડૉક્ટર્સ: જાણો આટકોટની હોસ્પિ.ની વિશેષતા, PM મોદીએ કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટમાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ. ત્રણ જિલ્લાઓને મળશે આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ

Google News Follow Us Link

Lokarpan: Treatment at Rs.150, Imported Machinery-Expert Doctors: Find out the specialty of Atkot's hospital, PM Modi made the public offering

  • પીએમ નરેન્દ્ર મોદી રાજકોટમાં
  • આટકોટમાં 40 કરોડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ
  • 200 બેડની હોસ્પિટલમાં AIMS જેવી સુવિધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજકોટમાં છે.  PM મોદીએ રાજકોટના આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ.

ત્રણ જિલ્લાઓને મળશે આરોગ્યલક્ષી સુવિધા 

રાજકોટમાં એઇમ્સની સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ બાદ આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 200 બેડની આધુનિક હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. રાજકોટના પછાત અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને આ હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો લાભ મળશે.

NCB તરફથી ક્લિનચિટ મળ્યાં બાદ હવે નવા શો માટે અમેરિકા જશે આર્યન ખાન

હોસ્પિટલમાં કેવી છે સુવિધા

આપને જણાવી દઈએ કે, રૂપિયા 40 કરોડનાં ખર્ચે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે…200 બેડની આ હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે…અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250 અને જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે….આ ઉપરાંત આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે.

સ્વયંસેવકો ખડેપગે

600 ફૂટ બાય 1200 ફૂટનો સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.  જમણવાર માટે 4 લાખ ફૂટનો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
300થી વધારે કાઉન્ટ ભોજન માટે રાખવામાં આવ્યા છે. 500થી વધુ વીઘા જગ્યામાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગમાં 1200થી વધારે સ્વયંસેવકોની ટીમ ખડેપગે છે. 3000 જેટલા સ્વયંસેવકો ભોજન વ્યવસ્થામાં જ્યારે 2000 જેટલા સ્વયંસેવકો સભા મંડપમાં ફરજ બજાવી રહ્યા છે.

લોકચાહના: આજે મોદી સરકારના 8 વર્ષ પૂરા થયા, આ 8 માસ્ટરસ્ટ્રોકથી ઘરે ઘરે થયા લોકપ્રિય, દુનિયાભરમાં મેળવી પ્રસિદ્ધિ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...