LPG Cylinder Price: બજેટ પહેલા LPG સિલિન્ડરનો ભાવ વધ્યો કે ઘટ્યો? ફેબ્રુઆરી માટે નવી કિંમત જાહેર
LPG Cylinder Price: એક ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં સબસિડી વગરના ઇન્ડેન એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં 1,402 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા છે.
- એલપીજી કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમત જાહેર કરી
- આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને
LPG Cylinder Price: આજે બજેટ 2022 (Budget 2022) જાહેર થયા પહેલા એલપીજી કંપનીઓએ એલપીજી એટલે કે ઘરેલૂ ગેસ સિલિન્ડર (LPG Cylinder price)ની કિંમત જાહેર કરી છે. પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘરેલૂ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG cylinder)ના ભાવમાં કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ (Crude oil price) આસમાને પહોંચી ગયા છે. આમ છતાં સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
Vodafone: વોડાફોન હવે સરકારીકરણ તરફ? જાણો સમગ્ર મામલો
એક ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં સબસિડી વગરના ઇન્ડેન એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં 1,402 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા છે. મુંબઈમાં કિંમત 899.50 રૂપિયા છે. ચેન્નાઈમાં કિંમત 915.50 રૂપિયા છે.
– ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત
મહિનો |
દિલ્હી |
કોલકાતા |
મુંબઈ |
ચેન્નાઈ |
ફેબ્રુઆરી 2022 |
899.5 | 926 | 899.5 |
915.5 |
જાન્યુઆરી 2021 |
899.5 | 926 | 899.5 |
915.5 |
ડિસેમ્બર 2021 |
899.5 | 926 | 899.5 |
915.5 |
– કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
મહિનો |
દિલ્હી |
કોલકાતા |
મુંબઈ |
ચેન્નાઈ |
ફેબ્રુઆરી 2022 |
1998.5 | 2076 | 1948.5 | 2131 |
જાન્યુઆરી 2021 |
1998.5 | 2076 | 1948.5 |
2131 |
ડિસેમ્બર 2021 |
2101 | 2177 | 2051 |
2234 |
નવેમ્બર 2021 |
2000.5 | 2073.5 | 1950 |
2133 |
ઓક્ટોબર 2021 | 1736.5 | 1805.5 | 1685 |
1867.5 |
નવી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,998.50 રૂપિયા છે. કોલકાતામાં 2,076 રૂપિયા, મુંબઈમાં 1,948.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2,131 રૂપિયા છે.
પેટ્રોલ-ડીઝલની કિંમત :-
દેશમાં છેલ્લા લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર છે. સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી. જે બાદમાં જે તે રાજ્ય સરકારોએ પણ વેટનો દર ઘટાડ્યો હતો. જેના પગલે લોકોને થોડી રાહત મળી હતી.
બજેટ 2022ના દિવસે સોનાની કિંમત વધી, ચાંદીમાં ઘટાડો :-
Gold Price Today, 1 February 2022: આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022-2023ના વર્ષ માટે સામાન્ય બજેટ (Budget 2022-23) રજૂ કરશે. બજેટના દિવસે ભારતીય શેરબજાર (Indian Share Market)ના બેન્ચમાર્ક ઇન્ડેક્સ મોટા ઉછાળા સાથે ખુલ્યા છે.
બીજી તરફ સોના-ચાંદી (Gold Silver Price Today)ની વાત કરીએ તો આજે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 9:30 વાગ્યે સોનું 0.09%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 0.03 ટકાના ઘટાડા સાતે ટ્રેડ કરી રહી હતી.
Bigg Boss 15 Winner: તેજસ્વી પ્રકાશે જીત્યો શો, જાણો અભિનેત્રીની અનેક રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોય