મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

Photo of author

By SOHAM 24 NEWS

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

Google News Follow Us Link

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

  • એક્ટ્રેસ સની લિઓની પર જૂનુ અને ક્લાસિક ગીત મધુબન મેં રાધિકા નાચે…
  • હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપ

એક્ટ્રેસ સની લિઓની પર જૂનુ અને ક્લાસિક ગીત મધુબન મેં રાધિકા નાચે..નુ નવુ વર્ઝન ફિલ્માવવામાં આવ્યુ છે.

જોકે આ ગીત ભારે વિવાદમાં આવી ગયુ છે.સની લિઓની પર જે રીતે આ ગીત શૂટ કરાયુ છે તેના કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપ લાગી રહ્યુ છે અને તેને હટાવવા માટેની માંગણી ઉગ્ર બની રહી છે.

અભિષેક બચ્ચન માટે બોલિવૂડના 21 વર્ષ આસાન ન હતા, BIG Bએ કહ્યું- ‘સ્ટ્રગલ વગર કંઈ જ નથી મળતું’

મળતી વિગતો પ્રમાણે આ ગીતનુ નવ વર્ઝન સિંગર કનિકા કપૂરે ગાયુ છે.ગાયન જોયા બાદ યુઝર્સ નારાજ છે અને તેમનુ કહેવુ છે કે, આ ગીતથી હિ્ન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. તેને તરત જ યુ ટયુબ પરથી હટાવવામાં આવે

લોકો તેના મેકર્સ પર ગુસ્સે થઈ રહ્યા છે અને ગીતને અશ્લીલ ગણાવીને સવાલો ઉઠાવી રહ્યા છે.એક યુઝરનુ કહેવુ છે કે મને હેરાની થાય છે કે, આખરે આ ગાયનને પ્રોડક્શનમાં સામેલ એક પણ વ્યક્તિએ રોકવાની કોશિશ કરી નથી…કોઈને ખબર કેમ ના પડી કે ગાયનના શબ્દો શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે…

દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા

જોકે એ પછી તેના મેકર્સ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

વડોદરાની કંપનીમાં બોઈલર ફાટ્યું, એક કામદારનું મોત, 14 ઈજાગ્રસ્ત

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link