Site icon સોહમ 24 ન્યુઝ

માઠા સમાચાર: ‘શોલે’ ફિલ્મના આ જાણીતા અભિનેતાનું નિધન,શોકમગ્ન થયું બોલીવૂડ

માઠા સમાચાર: ‘શોલે’ ફિલ્મના આ જાણીતા અભિનેતાનું નિધન,શોકમગ્ન થયું બોલીવૂડ

સિનેમા જગતથી આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન મુશ્તાક મર્ચન્ટનું નિધન થયું છે.

Google News Follow Us Link

મુશ્તાકે 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત મુશ્તાકે મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ચાહકો શોકમગ્ન:

મુશ્તાકે ઘણા વર્ષો પહેલા સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું હતું અને મુંબઈના બાંદ્રામાં રહેતા હતા. જ્યારથી તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

મુશ્તાકના શોલેમાં બે પાત્રો: 

સ્વર્ગીય અભિનેતા મુશ્તાકે “સીતા ઔર ગીતા“, “હાથ કી સફાઈ“, “જવાની દીવાની“, “શોલે” અને “સાગર” જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી હતી. મુશ્તાકે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં એક નહીં પરંતુ બે પાત્રો ભજવ્યા હતા. IMDb અનુસાર, ફિલ્મના પ્રખ્યાત ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે‘માં મુશ્તાકે એક ટ્રેન ડ્રાઈવર અને બીજા તે વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જેની મોટરસાઈકલ જય અને વીરુએ ચોરી હતી.

BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

16 વર્ષ પહેલા સિનેમાને કહ્યું હતું અલવિદા:

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુશ્તાકને મુંબઈની ઓલ ઈન્ડિયા ઈન્ટર કોલેજમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે તેમને ત્રણ વર્ષ માટે શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો છે. અભિનયની સાથે, મુશ્તાકે પ્યાર કા સાયા, લડ સાબ, સપને સાજન કે અને ગેંગ જેવી કેટલીક ફિલ્મો માટે પટકથા લખી હોવાનું કહેવાય છે. નોંધપાત્ર રીતે, મુશ્તાક લાંબા સમયથી સિનેમાજગતમાં સક્રિય ન હતા. મુશ્તાકે 16 વર્ષ પહેલા સિનેમાને અલવિદા કહી દીધું હતું.

ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલનો ડબ્બો થયો આટલો મોંઘો

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version