Site icon સોહમ 24 ન્યુઝ

Mithilesh Chaturvedi Death : Koi…Mil Gayaના એક્ટર મિથિલેશ ચતુર્વેદીનું હૃદયરોગના કારણે નિધન, બોલિવૂડમાં શોકની લહેર

Mithilesh Chaturvedi Death : Koi…Mil Gayaના એક્ટર મિથિલેશ ચતુર્વેદીનું હૃદયરોગના કારણે નિધન, બોલિવૂડમાં શોકની લહેર

એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને આંચકો આપે તેવા વધુ એક સમાચાર મળ્યા છે. ટીવી સીરિયલો અને કેટલીક હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન થયું છે. તેઓ હૃદયની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને થોડા દિવસ પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો. લખનઉમાં તેઓ હવાફેર માટે ગયા હતા અને ત્યાં મૃત્યું થયું હતું.

Google News Follow Us Link

દીપેશ ભાન અને રસિક દવેના નિધનના આઘાતમાંથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રી હજી બહાર નથી આવી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોપ્યુલર પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (Mithilesh Chaturvedi) હવે આ દુનિયામાં રહ્યા નથી. ગત મોડી સાંજે એટલે કે 3 ઓગસ્ટે તેઓ અવસાન પામ્યા હતા. એક્ટર ઘણા સમયથી હૃદય સંબંધિત સમસ્યા સામે લડી રહ્યા હતા અને લખનઉમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવ્યા બાદ તેઓ હવાફેર માટે પોતાના વતન શિફ્ટ થયા હતા અને ત્યાં જ તેનું નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રી તેમજ પ્રિયજનોમાં પણ શોકનો માહોલ છે.

મિથિલેશ ચતુર્વેદીના જમાઈએ પાઠવી શ્રદ્ધાંજલિ :

મિથિલેશ ચતુર્વેદીના જમાઈ આશિષ ચતુર્વેદીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દેવગત સસરાની કેટલીક તસવીરો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે ‘તમે દુનિયાના સૌથી સારા પિતા હતા, તમે મને જમાઈ નહીં પરંતુ એક દીકરાની જેમ પોતાનો પ્રેમ આપ્યો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે’.

https://www.facebook.com/ashish.chaturvedi.9843/posts/pfbid026mcMRSh4RrhjbxYKtX527YqaXCYtoiJ5atYDaKKi7cLipqzVE4pWts9w3LSRPWoel

ટીવી શો, ફિલ્મો અને જાહેરાતમાં મિથિલેશ ચતુર્વેદીએ કર્યું હતું કામ :

મિથિલેશ ચતુર્વેદી ઘણા દશકાઓથી એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે. તેમણે હ્રિતિક રોશન સાથેની કોઈ મિલ ગયા, સની દેઓલ સાથેની ગદર એક પ્રેમ કથા, સત્ય, બંટી ઔર બબલી, ક્રિશ, તાલ, રેડ્ડી, અશોકા એન્ડ ફિઝા સહિતની બોલિવુડની કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે વર્ષ 2020માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે નીલી છતરી વાલે, પટિયાલા બેબ્સ અને કયામત જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તેમણે માત્ર ફિલ્મો અને ટીવી શો જ નહીં જાહેરાતો પણ કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, તેઓ વેબ સીરિઝ ‘ટલ્લી જોડી’માં કામ કરવાના હતા. ગયા વર્ષે આ માટે તેમનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, આ વિશેની વધુ માહિતીનો ખુલાસો થયો નહોતો.

રસિક દવે અને દીપેશ ભાનનું નિધન :

28 જુલાઈએ જ ગુજરાતી થિયેટર કંપની ચલાવતા અને કેટલીક ફિલ્મો તેમજ સીરિયલોમાં કામ કરી ચૂકેલા રસિક દેવનું નિધન થયું હતું. કિડની ફેઈલ થતાં તેમણે 65 વર્ષની ઉંમરે શ્વાસ છોડ્યા હતા. તેઓ બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ પહેલા 23 જુલાઈએ ‘ભાભીજી ઘર પર હૈ’માં ‘મલખાન સિંહ’ના પાત્રમાં જોવા મળેલા 41 વર્ષીય દીપેશ ભાનનું પણ નિધન થયું હતું.

CNG Price Hike :  2 દિવસમાં અદાણીએ CNGના ભાવમાં કર્યો રૂ. 3.48નો વધારો, આજથી નવો ભાવ લાગુ

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version