મન્ડે પોઝિટિવ: 3 વર્ષમાં 3 હજારથી વધુ લીંબોડીના બીજ ભરેલા માટીના દડાનું વાવેતર કરતા 500 વૃક્ષ ઊગ્યા
- બાળપણથી જ પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે બાળકોને પણ અભિયાનમાં જોડ્યા
- પ્રકૃતિના પાઠ: પાટડીના છાત્રોટની શાળામાં શિક્ષકનો પર્યાવરણ બચાવવા પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાની છાત્રોટ શાળાના શિક્ષકે બાળકો પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે આગળ આવે માટે એક પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં તળાવની ચીકણી માટી અને લીંબોડીના બીજ એકત્ર કરી તેના 1000 જેટલા દડા બનાવી તે દરેક વિદ્યાર્થીઓ દીઠ 25 આપ્યા હતા. જે બાળકોએ ગામમાં વિવિધ સ્થળોએ વાવેતર કરી વરસાદ ન આવે તો તેને પાણી આપવાનો પણ સંકલ્પ લીધો હતો.આથી 3 વર્ષમાં આવા 3 હજારથી વધુ બીજ ભરેલા માટીના દડાનું વાવેતર કરતા 500 વૃક્ષો ઊગ્યા છે.
ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ઓછા વૃક્ષો ધરાવતા જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. આ કલંક ભૂસવા જુદીજુદી સંસ્થાઓ અને લોકો આગળ આવી વૃક્ષ વાવેતર કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાટડી તાલુકાના છત્રોટ ગામની શાળાના શિક્ષક કનુજી ઠાકોરે આવનારી પેઢીના માનસમાં પ્રકૃતી પ્રેમના બીજના વાવેતર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ શિક્ષકે બાળકોના મનમાં બાળપણથી જ પ્રકૃતિપ્રેમ કેળવાય માટે અનોખું વૃક્ષારોપણ અભિયાન ઉપાડ્યું છે.
ઈયળોનું સામ્રાજ્ય: લખતરના ભડવાણા ગામે જંગલી ઈયળોનો ઉપદ્રવ: દીવાલ, વૃક્ષ પર ઈયળોનું સામ્રાજ્ય
જેમાં તળાવની ચીકણી માટી અને લીંબોડીના બીજ એકત્ર કરી તેના નાના બોલ બનાવી તેમાં લીંબોડીના બીજ મૂકી 1 હજાર દડા તેયાર કર્યા હતા. જે શાળાના આ અભિયાનમાં શાળાના ધો.6, 7, 8ના 55 વિદ્યાર્થી જોડાતા દરેકને આવા 25 બીજ ભરેલા દડા આપી ગામના ખેતરોના શેઠે, વાડમાં અને ચોકડીમાં વાવેતર કર્યા હતા હતા. જે બાળકોએ વાવેતર બાદ જાતે ઊગી નિકળે તેવા વૃક્ષોના બીજ નખાયા હતા. પરંતુ જો વરસાદ ખેંચાય તોબાળકોતેનુ ધ્યાન રાખી સમયસર પાણી આપી તેનો ઉછેર કરવા પ્રતિજ્ઞા લેવાઇ હતી.
આ અંગે શિક્ષકે જણાવ્યું કે લીંબડી એ આયુર્વેદિક રીતે અને સરળતાથી જાતે ઉગે તેવું વૃક્ષ છે માટે તેનું વાવેતર કરાયું. પર્યાવરણ બચશે તો આપણે બચીશું, આવનારી આપણી પેઢી બચશે નહીંતર સર્વત્ર રણ સિવાય કાંઈ જોવા નહીં મળે માટે એક વાત માનજો તમે એક વૃક્ષ અવશ્ય વાવજો. આ કામ મારા મનને પરમ શાંતિ માટે નાનકડો પ્રયાસ છે પણ તેનું પરિણામ તો મોટા વટવૃક્ષ જેવું મળશે.
વૃક્ષોના બીજના વેપારના કારણે નામશેષ થતા જોઇ વાવેતરનો વિચાર આવ્યો :
બેચરાજી વતન ચુંવાળ પંથકમા સૌ લોકો છેલ્લા 10-15 વર્ષથી બાપચી તુલસી, ડમરાને મળતી વનસ્પતિને ખેતરમાંથી ઉખેડી લાવી તેના કાળા બીજ દુકાને વેચે છે. આ વનસ્પતિનાં બીજ દવા માટે ઉપયોગી છે તેવું મેં જાણ્યું હાલ આ બાપચી વનસ્પતિ નામશેષ થઈ રહી છે. હું જ્યાં નોકરી કરું છું રણકાંઠા વિસ્તારમાં પંથકમાં ત્યાં ન લોકો મીઠી લીંબોળી વીણી વેચે છે.
કાર્યવાહી: ચોટીલામાં ગાંજા સાથે સુરેન્દ્રનગરના 2 ઝડપાયા
આમ જ થતું રહ્યું તો ભવિષ્યમાં 20થી 30 વર્ષમાં આ પંથકમાં લીમડા નામશેષ થઈ જશે અને બાવળ જ રહેશે તો રણને વધતું અટકાવવા વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે. આવું ભવિષ્યમાં ના બને તે માટે મને આ વિચાર આવતા આ પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી 3000 લીંબોડી બીજના દડા બનાવી વાવેતર કરતા 500 વૃક્ષ ઊગ્યા છે. – કનુજી કેસાજી ઠાકોર, શિક્ષક
સુરેન્દ્રનગર: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, સુરઇ ગામે ખાનગી કંપનીને પરવાનગીનો પ્રશ્ન ગાજ્યો