Site icon સોહમ 24 ન્યુઝ

ખોડલધામના પાટોત્સવમાં નરેશ પટેલે કરી મોટી મોટી જાહેરાતો

ખોડલધામના પાટોત્સવમાં નરેશ પટેલે કરી મોટી મોટી જાહેરાતો

Google News Follow Us Link

આજે પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ યોજાઈ રહ્યો છે. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન કર્યા હતા. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે પાટીદાર સમાજને સંબોધન કર્યુ હતુ. જેમાં તેણે પાટીદાર સમાજ માટે અનેક જાહેરાતો કરી હતી.

રાજકોટ: આજે પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિર (khodaldham temple) નો પંચવર્ષીય પાટોત્સવ યોજાઈ રહ્યો છે. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન કર્યા હતા. નરેશ પટેલે ટ્રસ્ટીઓ સાથે વહેલી સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) આજે પાટીદાર સમાજને સંબોધન કર્યુ હતુ. જેમાં તેણે પાટીદાર સમાજ માટે અનેક જાહેરાતો કરી હતી.

નરેશ પટેલે જણાવ્યું કે, ‘ખોડલધામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. અનેક લોકોએ મંદિરના દર્શન કર્યા છે. સામાન્ય ખેડૂતે 2011 ના પ્રસાદના લાડુ ઘરના મંદિરમાં રાખ્યા હતા. પ્રસાદ આટલા વર્ષોથી સાચવી રાખ્યો હતો. જેથી આજનો યજ્ઞ વિશિષ્ટ હતો.’ નરેશ પટેલે 2017 ની મૂર્તિ પ્રતિષ્ઠાની વાત યાદ કરીન પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યુ કે, ખોડલધામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે કેશુભાઈ પટેલે માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ લેઉવા પટેલ સમાજ માટે સમાધાન પંચ રચ્યું હતું. પરિવારમાં કોઈ કલેશ થાય તો કોર્ટમાં નહિ પણ સમાધાન પંચે સમાધાન કરાવ્યું હતું.

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર?

પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત કરતા નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન કરાયુ છે. રાજકોટ થી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદવામાં આવી છે.

ગુંચવાયેલા સંબંધોની કહાની ફિલ્મ ‘ગહેરાઇયા’નું ટ્રેલર રિલીઝ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version