Site icon સોહમ 24 ન્યુઝ

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર?

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર?

Google News Follow Us Link

સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો.

આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો. ઈસુદાને કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમારા બે વિરો અમારો સાથ છોડ્યો છે અને બંને વિરોનો અમે આભાર માનીએ છીએ કેમ કે આ બંને જ્યાં સુધી અમારી સાથે રહ્યા ત્યાં સુધી તેમમે પૂરી તાકાતથી કામ કર્યું. બંનેએ પોતાનું સંપૂર્ણ યોગદાન પાર્ટીને આપ્યું એ બદલ અમે તેમના આભારી છીએ.

વલસાડમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમવામાં ધતુરાનું શાક બનાવી ખાધું, તબીયત લથડી

AAPમાં આંતરિક વિખવાદ અને હોદ્દાની વહેંચણીના મમાલે થયેલી નારાજગીના કારએ નેતાઓ પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી છોડે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે ઈસુદાને હુંકાર કર્યો હતો કે, અમે અમારી લડાઈ ચાલુ રાખીશું અને મરીશું ત્યાં સુદી લડીશું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરી તાકાતથી લડજો.

રાજીનામાં પર રાજીનામાં વચ્ચે ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે સોમવારે જ કહ્યું હતું કે, હું પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતા ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ મોટા નેતા નથી એવી વાતોનો પણ તેમણે જવાબ આપ્યો હતો.

ઝાલાવાડ પંથકમાં કોરોનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા : એક્ટિવ કેસ 333

સુવાળા અને સવાણી ઉપરાંત આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.

92 વર્ષીય લતા મંગેશકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICUમાં દાખલ

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

Exit mobile version