Site icon સોહમ 24 ન્યુઝ

જિલ્લામાં રાત્રિ રસીકરણ અભિયાન

જિલ્લામાં રાત્રિ રસીકરણ અભિયાન

જિલ્લામાં રાત્રિ રસીકરણ અભિયાન

કોરોના મહામારીનું વધતું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા રસીકરણ સહિતની તમામ આરોગ્યલક્ષી કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટીંગનો દર વધારવામાં આવ્યો છે. સાથોસાથ રસીકરણની કામગીરી પણ સધન કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 45 વરસથી વધુ વય ધરાવતા કુલ 1,66,012 થી પણ વધુ લોકોને કોરોના વિરોધી રસી મૂકી રક્ષિત કરવામાં આવ્યા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચંદ્રમણીકુમારની અખબારી યાદી જણાવે છે.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના સંયુક્ત વોર્ડ નંબર-2 ખાતે ભાજપના આગેવાનો દ્વારા માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા

જિલ્લામાં વધુને વધુ લોકોને રસીનો લાભ મળે તે માટે હવે રાત્રી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ધ્રાંગધ્રા, વઢવાણ, થાન, લખતર, પાટડી તાલુકાઓમાં રાતના સમયે રસીકરણ કાર્યક્ર્મ શરૂ કરાયો છે. ગામડાના લોકો ખેતરમાં કે મજૂરી કામે ગયા હોવાથી દિવસે રસી લઇ શકતા ન હોવાથી રાત્રી રસી આપવાનું શરૂ કરાયું છે. જોકે રસીકરણની ટકાવારી જિલ્લામાં ઓછી છે. જિલ્લામાં મતદાર યાદી પ્રમાણે 45 થી વધુ ઉંમરના કુલ 6 લાખ 42 હજાર જેટલા લોકો છે. જ્યારે શનિવાર સુધીમાં 2 લાખ 40 હજારથી વધુ લોકોને રસી અપાઇ છે. એક અંદાજ મુજબ 37 ટકા રસીકરણ થયું છે.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં નવનિર્મિત રોડનું સ્વામિનારાયણ મંદિરના મહંતનાં હસ્તે લોકાર્પણ કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version