NMMS Exam – સુરેન્દ્રનગર જિલ્લાના 24 કેન્દ્ર 231 બ્લોકમાં NMMSની પરીક્ષા યોજાઈ
- જિલ્લાના 6640 વિદ્યાર્થીઓમાથી 6240 હાજર રહ્યાં
- મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને માસિક રૂ.1000 લેખે વર્ષના રૂ.12 હજાર 4 વર્ષ સુધી આપવામાં આવશે
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા NMMS પરીક્ષા લેવામાં આવે છે. જે અંતર્ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 24 પરીક્ષા કેન્દ્રો ખાતે NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
NMMS પરીક્ષા માટે નોંધાયેલ કુલ 6640 વિદ્યાર્થીઓ પૈકી 6240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપ્યા બાદ મેરીટમાં આવનાર વિદ્યાર્થી દર મહિને રૂ.1,000 ની શિષ્યવૃત્તિ એમ મળીને એકંદરે વર્ષે રૂ.12,000 ની શિષ્યવૃત્તિ મેળવી શકશે તથા આ શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળવા પાત્ર છે.
સુરેન્દ્રનગર ખાતે સારસ્વત સન્માન તથા મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો