Site icon સોહમ 24 ન્યુઝ

તમારા કામનું : જો ભૂલથી પણ આ 2 વાહનોની આગળ આવ્યા તો 10 હજારનો દંડ ભરવા તૈયાર રહેજો, રસ્તા પર નીકળતા પહેલા વાંચી લેજો

તમારા કામનું : જો ભૂલથી પણ આ 2 વાહનોની આગળ આવ્યા તો 10 હજારનો દંડ ભરવા તૈયાર રહેજો, રસ્તા પર નીકળતા પહેલા વાંચી લેજો

હાલના ટ્રાફિકના નિયમ પ્રમાણે કોઈ પણ બીજા વાહનોએ ઈમરજન્સી વાહન જેવા કે એમ્બુલન્સ અને ફાયર ફાયટર વાહનોને રસ્તો આપવો પડે છે.

Google News Follow Us Link

ટ્રાફિકનું પાલન દરેક નાગરિકે કરવું જરૂરી  

જો તમે તમારું વાહન લઈને રસ્તા પર મુસાફરી કરો છો તો તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા પકડાઇ જાવ છો, તો તમારું ચલણ કાપી શકે છે. માત્ર ચલણ જ નહીં પરંતુ ટ્રાફિકના અનેક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમને જેલની હવા પણ ખાવાનો વારો આવી શકે છે તેવો કાયદો પણ છે. જો કે ઘણી વખત લોકોને અમુક નિયમોની જાણકારી હોતી નથી અને માહિતીના અભાવે તેઓ ટ્રાફિકના નિયમોના ભંગથી અજાણ રહેતા હોય છે. આ પણ એક ગંભીર બાબત છે કારણ કે જો તમે રસ્તા પર સફર કરી રહ્યા હોવ તો તમને ટ્રાફિકના કેટલાક મૂળભૂત નિયમો વિશે જાણ હોવી જ જોઇએ. એટલે જ અવારનવાર ઘણા ટ્રાફિકના નિયમોની જાણકારી માટે કાર્યક્રમો પણ યોજાતા હોય છે . તો ચાલો આજે આપણે જાણીએ એક એવા નિયમ વિશે જે ઘણાને ખ્યાલ હશે ત્યારે ઘણા આ નિયમથી અજાણ પણ હોય શકે છે.

ઇમરજન્સી વાહનોને રસ્તો આપવો જરૂરી 

ક્યારેક તમે સાંભળ્યું હશે કે રસ્તામાં તમારી પાછળ કોઈ એમ્બ્યુલન્સ આવતી દેખાય તો તેને તરત જ રસ્તો આપો અથવા ફાયર વિભાગની ગાડી દેખાય તો તેને પણ રસ્તો આપો. નૈતિક આધાર પર આ જરૂરી છે કારણ કે બની શકે છે કે આ વાહનો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય તો તેઓ કોઇનો જીવ બચાવી શકે છે. આ ઉપરાંત સરકારે તેની સાથે જોડાયેલા નિયમો પણ બનાવી રાખ્યા છે.

10,000 રૂપિયા ચલણ કાપી શકે 

હાલના ટ્રાફિકના નિયમો મુજબ કોઇ પણ ડ્રાઇવરે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્કર જેવા ઇમરજન્સી વાહનોને રસ્તો આપવો ફરજિયાત છે. આપણે ઉદાહરણ તરીકે આ બે વાહનોના નામ લીધા છે. આ સિવાય પણ બીજા ઘણા જે ઈમરજન્સી વાહનો છે, તેમણે દરેકને રસ્તો આપવાની ફરજ છે. આવું ન કરવા પર તમારું ચલણ પણ કપાઈ શકે છે. મોટર વ્હીકલ (સંશોધન) અધિનિયમ, 2019 હેઠળ ઇમરજન્સી વાહનો માટે માર્ગ ન આપવા બદલ 10,000 રૂપિયા સુધીનું ચલણન કાપી શકાય છે. સુધારેલા એમવી એક્ટની કલમ 194 (ઇ) હેઠળનું ચલણ કાપવામાં આવે છે.

BIG NEWS: દુનિયાભરમાં ઈન્ટરનેટ સ્લો: કેટલીય વેબસાઈટો પર પડી અસર, યુઝર્સને થઈ રહી છે સમસ્યાઓ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version