Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન

સુરેન્દ્રનગરમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન

સુરેન્દ્રનગરમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત સ્વ સહાય જૂથોના સભ્યો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે જિલ્લા કક્ષાએ નવરાત્રીની ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી તા. 21/09/2022 થી 27/09/2022 દરમિયાન સ્વામી વિવેકાનંદ કોમ્યુનીટી હોલ, જોરાવરનગર ખાતે સવારે 10:00 કલાકથી રાત્રીના 10:00 કલાક સુધી નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો દિન-7 સુધી યોજાનાર હોઈ જિલ્લાની જાહેર જનતાને મેળાની મુલાકાત લઈ ગ્રામિણ મહિલાઓને પ્રોત્સાહન મેળે તે હેતુથી અનુકુળ ચીજ-વસ્તુઓની ખરીદી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટની વિવિધ પ્રોડક્ટો જેવી કે ચણિયાચોળી, કટલરી, પગલુછણીયા, ખાદીની વસ્તુઓ, દોરી વર્ક, ગૃહ સુશોભનની વસ્તુઓ, ચાદર, કચ્છી વર્ક, તોરણ, ઝુમર, પટોળા અને  ગાલીચા વેંચાણ અર્થે આ નવરાત્રી મેળામાં ઉપલબ્ધ હશે. આથી આ મેળાની મુલાકાત લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

સુરેન્દ્રનગર: જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version