Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને જાણવા જોગ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષ 2022-23 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને સહાય આપવાના કાર્યક્રમ હેઠળ કોમ્પ્રીહેન્સિવ હોર્ટિકલચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજના અંતર્ગત જિલ્લાના ખેડુતો (ઓછામાં ઓછી 2.00 હે. તથા મહત્તમ 4.00 હે.) તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને (ઓછામાં ઓછી 2.00 હે. તથા મહત્તમ 50.00 હે.) બહુ વર્ષાયુ ફળઝાડના વાવેતર માટે સહાય આપવામાં આવશે તેમજ પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકો પૈકી ઓછામાં ઓછાં બે ઘટકો માટે સહાય મેળવી શક્શે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2022નું આયોજન

આ યોજનાનો લાભ લેવા માટે તા:31/12/2022 સુધી ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ, 7/12, 8-અ ની નકલ, હક્કપત્રક (નમૂના-6) ની નકલ, જાતિના દાખલાની નકલ(અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી કવોટેશન સાથે, રજીસ્ટર ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવુતિઓ, બંધારણ, સભ્યો/સભાસદને લગતા સાધનીક કાગળો તથા છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ, જમીન તથા પાણીના ચકાસણી રિપોર્ટ સહિતના  જરૂરી પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી 207, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીના સંપર્ક નંબર 02752 282763/282352 પર સંપર્ક કરવાનો રહેશે એમ  વધુમાં જણાવાયું છે.

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version