રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું

Photo of author

By SOHAM 24 NEWS

રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું

  • સિલિન્ડર રિફીલિંગ કરાવવા લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા છે
  • ઓક્સિજન નહીં મળતા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું
રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું

રાજકોટ શહેરમાં કોરોનાની વણસ્તી પરિસ્થિતિને લઈને ઓક્સિજનની અછત સર્જાય છે. જેને પગલે મેટોડા ગેટ નંબર-3 ખાતે ઓક્સિજનનો બાટલો ભરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. કલાકો સુધી રાહ જોયા છતાં ઓક્સિજન નહીં મળતા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી

રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગમાં સવારના 7 વાગ્યાથી ઉભા રહ્યાં છતાં વારો નહીં, યુવાને કટાક્ષમાં કહ્યું

યુવાને કહ્યું,

બધી પબ્લિક સવારના 7 વાગ્યાની બેઠી છે. અહીંયા મેટોડા ગેટ નંબર-3 જી.આઇ.ડી.સી. અહીંયા બટલા રીફિલિંગ થાય છે. બહુ સારી સુવિધા છે રાજકોટમાં ફકત બે જગ્યાએ બટલા રીફિલિંગ થાય. એક મેટોડામાં અને શાપરમાં બીજે ક્યાંય થાતા નથી અને જો ઓક્સિજન નો મળ્યું દર્દીને સમયસર એટલે દર્દી ગ્યો આ મોદી સાહેબની અને વિજય રૂપાણીની બહુ સારી સરકારની નીતિ પબ્લિકને ઉચ્ચતર લઇ જશે. આ બધા 7 વાગ્યાના બેઠા છે. મારી સાથે બટલા રીફિલિંગ કરવા આ લોકો એમ કે છે હજુ 6 વાગે વારો આવશે તમે બટલા અહીં મૂકીને જમવા જાવુ હોય તો જમવા વયા જાવ 6 વાગ્યા સુધીમાં બાટલો રીફિલનો થાય તો આમાથી ધણાના પેસેન્ટ એવા હશે જે ક્રિટિકલ હાલતમાં હશે એને શું બાટલો નહીં મળે તો એનું શું કરવાનું વિચારો હાલો અને રાજકોટમાં 2 જગ્યાએ પાછુ ઓક્સિજન છે અને હમણાં ચૂંટણી હોય તો બધુ ફટફટ રેડી કરી નાખે આ લોકો આ રેડી ઓલુ રેડી કેવાય આપડે ગ્રાઉન્ડ રેડી, ગ્રાઉન્ડની અંદર એસી ગમ નાખી દે પ્રચાર કરવા મંડે, પબ્લિકને બોલાવી લે, એસ.ટી. બસુ આવી જાય એને કરવું હોય તો બધુ થાય આપણા માટે કાંઇ નઇ આપણે આપણા જીવના જોખમે અહિયાં બટલા રીફિલિંગ કરવા આવાના આપણા સગાસંબધી માટે અરે સાહેબ હૉસ્પિટલમાં બેડ નથી એતો સમજ્યા પણ હોસ્પીટલમાં જ્યાં બેડ કદાચ ખાલી છે. ને એ શું કે છે ખબર છે ઇકે તમારે બેડ જોતો હોયને તો ઓક્સિજનનો મેળ તમારે કરવાનો તો હવે એક કામ કરો બધુ અમે જ મેળ કરી દઇ તમે કાંઇ ન કરતા. ત્રાસી ગયા. 2022માં જો આ મોદી સાહેબ આવશેને 2022માં તો શ્વાસ લેવાના પૈસા લેશે એની ગેરેંટી આપુ ગેરેંટી.

સુરેન્દ્રનગર થાનગઢમાં મસાણી મેલડી ગ્રુપ દ્વારા અડધા ભાવે ફ્રુટ વેચાણ કરી થાનગઢની જનતાને રાહત આપી હતી

વધુ સમાચાર માટે…