જનતા બેદરકાર! : લોકોને કોરોનાની બીક જ નથી? દેશમાં અત્યાર સુધીમાં માત્ર 3.8 લાખ લોકોએ જ લીધો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ

Photo of author

By rohitbhai parmar

people-careless-people-are-not-afraid-of-corona-so-far-only-3-8-lakh-people-in-the-country-have-taken-booster-dose-of-corona-vaccine/
people-careless-people-are-not-afraid-of-corona-so-far-only-3-8-lakh-people-in-the-country-have-taken-booster-dose-of-corona-vaccine/

જનતા બેદરકાર! : લોકોને કોરોનાની બીક જ નથી? દેશમાં અત્યાર સુધીમાં માત્ર 3.8 લાખ લોકોએ જ લીધો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ

Google News Follow Us Link

વધતા જતા કેસો વચ્ચે દેશમાં અત્યાર સુધીમાં માત્ર 3.8 લાખ લોકોએ જ કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો છે.

https://soham24.in/people-careless-people-are-not-afraid-of-corona-so-far-only-3-8-lakh-people-in-the-country-have-taken-booster-dose-of-corona-vaccine/

  • દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે
  • અત્યાર સુધીમાં 8 લાખ લોકોએ જ વેક્સિનનો ત્રીજો ડોઝ લીધો
  • 10 એપ્રિલથી બુસ્ટર ડોઝ આપવાની થઇ ચૂકી છે શરૂઆત

દેશમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે કોરોના મહામારી સામેની જંગમાં દેશમાં અત્યાર સુધીમાં માત્ર 3.8 લાખ લોકોએ વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશનરી ડોઝ લગાવ્યો છે. તેમાંથી 51 ટકા લોકોએ છેલ્લાં 4 દિવસમાં કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પરથી આ માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, 10 એપ્રિલથી 18 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લોકો માટે વેક્સિનનો ત્રીજો ડોઝ શરૂ થઇ ગયો છે.

20 એપ્રિલથી 24 એપ્રિલ વચ્ચે 1.98 લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લાં 14 દિવસમાં દેશભરમાં 18-59 વર્ષની વય જૂથના 3,87,719 લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે, જેમાં 20 એપ્રિલથી 24 એપ્રિલ વચ્ચે 1.98 લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો. ગયા સપ્તાહે કોરોનાના કેસમાં વધારાને જોતા દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણાએ પણ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દીધું છે.

મોટા ભાગે વિદેશ પ્રવાસે જનારા લોકો લઇ રહ્યાં છે ત્રીજો ડોઝ

18-59 વયજૂથના લોકો કે જેઓને કોરોના રસીનો ત્રીજો ડોઝ મળ્યો છે, તેમાં અડધાથી પણ વધારે લોકો તો મેટ્રો શહેરોવાળા રાજ્યોના છે. અધિકારીઓનું કહેવું છે કે, અત્યારે મોટા ભાગના એવાં લોકો ત્રીજો ડોઝ લઈ રહ્યાં છે કે જેઓ કાં તો વિદેશ પ્રવાસે જવાના છે અથવા તો જેઓ કોઈ બીમારીથી પીડિત છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લાં 14 દિવસમાં 54 ટકા વેક્સિન (ત્રીજો ડોઝ) માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં જ આપવામાં આવ્યો છે. આવું એટલા માટે કારણ કે મોટા ભાગના ખાનગી રસીકરણ કેન્દ્રો આ શહેરોમાં ઉપલબ્ધ છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં 5500, મધ્યપ્રદેશમાં 5290 અને ઝારખંડમાં 5290 લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે બિહારમાં કે જ્યાં 22,141 લોકોને ત્રીજો ડોઝ મળ્યો છે તો છત્તીસગઢમાં 532 લોકોને ત્રીજો ડોઝ મળ્યો છે. આ સિવાય હરિયાણામાં 19,918 લોકોને ત્રીજો ડોઝ મળ્યો છે.

ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,541 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં સંક્રમણનો દર 0.84 ટકા છે. તો એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 16 હજાર 522 થઈ ગઈ છે. જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,862 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે.

દિલ્હીના કોરોનાના આંકડા સૌથી વધારે

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ પાછળ દિલ્હીના આંકડા સૌથી વધારે મહત્વના છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,083 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 3,975 એક્ટિવ કેસ છે. તો સંક્રમણ દર 4.48 ટકાએ પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના વાયરસ માટે 3,02,115 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાં, ગઈ કાલ સુધીમાં કુલ 83,50,19,817 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેએ કર્યું અંડર-વોટર શૂટ, ફેન્સ કરવા લાગ્યા કમેન્ટ્સ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link