Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાના એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર જિલ્લાના એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Performance monitoring – સુરેન્દ્રનગર જિલ્લાના એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Google News Follow Us Link

આજ રોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના લિંક-4બી પેકેજ-7 ધોળીધજા જળાશય થી મોરસલ જળાશય પાઇપલાઇન અંતર્ગત એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ સૌની યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ પંચાલ પાસેથી સૌની યોજના લિંક-4બી પેકેજ-7 અંતર્ગત પાથરવામાં આવેલ પાઇપલાઇન વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી બંને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌની યોજના લિંક-4બી પેકેજ-7 ધોળીધજા જળાશય થી મોરસલ જળાશય પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા તથા ચોટીલા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં 47 કિ.મી પાઇપલાઇન તથા બે પંપીંગ સ્ટેશન (એફ.પી.એસ-1 શેખપર ગામ, તા.મુળી તથા એફ.પી.એસ-2 ગોસળ ગામ, તા.સાયલા) બનાવવાની કામગીરી ચાલુ છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી લિંબડી ભોગાવો-1(થોરિયાળી ડેમ) તથા મોરસલ ડેમને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મુલાકાતમાં જિલ્લા કલેકટરશ્રી પી.એન.મકવાણા, કાર્યપાલક ઇજનેર હિરેન વાકાણી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવેલ કિશોરીઓનું સન્માન કરાયુ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version