Site icon સોહમ 24 ન્યુઝ

કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

Google News Follow Us Link

અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિક્કી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જયપુરથી 120 કિલોમીટર દૂર આવેલી ઐતિહાસિક હવેલીમાં બંનેએ લગ્ન કર્યા હતા. ફેરાની વિધિ થયા બાદ આસપાસના ગામડાંમાં અને હોટેલ બહાર ઉમટી પડેલા ચાહકોને મીઠાઈ વહેંચવામાં આવી હતી. કેટરિનાએ સોશિયલ મીડિયામાં સત્તાવાર રીતે ફોટા શેર કરીને તમામ અટકળોનો અંત લાવ્યો હતો.

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલે સવાઈ માધોપુરમાં આવેલી હોટેલ સિક્સ સેન્સ ફોર્ડમાં લગ્ન કર્યા હતા. દરમિયાન હોટેલની બહાર ચાહકોની ભારે ભીડ જામી હતી. કેટરિના-વિક્કીની લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કેટરિનાએ લગ્નની કેટલીક તસવીરોનો આલ્બમ શેર કર્યો હતો.

વિક્કી અને કેટરિનાએ ઈન્સ્ટાગ્રામમાં એક સંયુક્ત નિવેદન લખ્યું હતું કે અમારા બંનેના હૃદયમાં રહેલો પ્રેમ અને ઋણાનુબંધે અમને આ ક્ષણ સુધી પહોંચાડયા છે. આ સહિયારી યાત્રાની શરૂઆત સમયે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ રિલિઝ: ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટકાડા અને છોડ્યા રોકેટ

તસવીરોમાં જણાય છે એ પ્રમાણે કેટરિના કૈફે લાલ રંગનો દૂલ્હનનો પોશાક પહેર્યો હતો. તો વિક્કી કૌશલ આઈવરી રંગની શેરવાનીમાં નજરે ચડયો હતો. હોટેલની બહાર ખૂબ જ કડક બંદોબસ્ત ગોઠવાયો હોવાથી કોઈને પ્રવેશ મળ્યો ન હતો. લગ્નમાં ખૂબ જ નજીકના મિત્રો અને સ્વજનો જ હાજર હતાં. તે સિવાયના લોકો માટે હવે પછીથી રિસેપ્શનનું આયોજન થશે એવો દાવો થયો છે.

અહેવાલો પ્રમાણે બંનેએ 28 મિનિટમાં લગ્નના ફેરા ફર્યા હતા. લગ્ન માટે સાડા પાંચ ટન ફૂલો મંગાવાયા હતા. બધી જ વિધિમાં ખાસ ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. લગ્નનું ફંક્શન મોડી રાત સુધી ચાલશે.

વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

Exit mobile version